ગોકુલધામ નાર શિયાળાની શરૂઆતમાં જરૂરિયાતમંદ વૃદ્વોને મદદે આવ્યા

Gokuldhaam Swaminarayan Help edited

ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું

વડોદરા, ૦૮ નવેમ્બર: ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા કરવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવાના શુભ આશયથી શિયાળાની ઋતુમાં ઠડીથી રક્ષણ મળી રહે તે માટે આણંદ જીલ્લાના જરૂરિયાત મંદ વૃદ્વોને ગોકુલધામ નાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગ રૂપે રવિવારે ૧૧૦૦૦ નંગ ગરમ જેકેટ તથા ટોપીઓનું પ્રતિકાત્મક વિતરણ કરવાની શરૂઆત કરવામા આવી છે.

અમેરીકા સ્થિત વર્જીનીયા બીચ ગ્રુપની અનોખી પહેલ અંગે ગોકુલધામ નારનાં પુજ્ય શુકદેવ સ્વામીનાં જણાવ્યા મુજબ આ ગરમ જેકેટ વિતરણ યોગ્ય પાત્રતા ધરાવતા વયોવૃદ્વોને કરાશે જેવા કે, જેની ઉંમર ૬૦ વર્ષ ઉપર,જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય,ટુ વ્હિલર કે ફોર વ્હિલર ધરાવતા ના હોય,જમીન ધરાવતા ના હોય તથા વિધવા, નિઃસહાય,ત્યક્તા, બહેનોને કરવામાં આવનાર છે યોગ્ય જરૂરિયાતમંદ નક્કી કરવાનો ઉદ્દેશ એક જ છે કે આ સેવા આણંદ જીલ્લાના જરૂરિયાતમંદ વૃદ્વો સુધી પહોચે.અમેરિકા સ્થિત વર્જીનીયા બીચ ગ્રુપના શૈલેષભાઇ કે. પટેલ (તારાપુર) તથા મનનભાઇ શાહના આર્થિક સહયોગથી ૧૧૦૦૦ ગરમ જેકેટ તથા ટોપીઓનું વિતરણ આણંદ જીલ્લાના જરૂરિયાતમંદ વૃદ્વોને કરવામાં આવશે.

આજનાં ૧૧૦૦૦ ગરમ જેકેટ તથા ટોપીઓનાં વિતરણ સમારંભમાં વડતાલ ગાદીના આચાર્યશ્રી ૧૦૦૮ ધ.ધુ.રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.
આ સમારંભમાં શા.હરિપ્રકાશસ્વામી (સાળંગપુર), હરિકેશવસ્વામી તેમજ મિતેષભાઇ પટેલ સાંસદ, ભીખુભાઇ પટેલ-ચેરમેન ચારૂતર વિદ્યામંડળ તથા ભૂપેન્દ્રભાઇ પટેલ-પ્રમુખ કેળવણી મંડળ તારાપુરની ઉપસ્થિતિમાં ગરમ જેકેટ તથા ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

whatsapp banner 1

ગોકુલધામ નાર દ્વારા આગામી તૃતિય પાટોત્સવે માતા પિતા વગરની દિકરીઓના સમૂહ લગ્ન,દિવ્યાંગોને ટ્રાયસીકલ, વિધવા તથા ત્યક્તા બહેનોને શિલાઇ મશીન વિતરણ તેમજ વર્જીનીયા બીચ ગ્રુપના સહયોગથી ઉનાળાનાં તાપમાં ગરીબોને ૧૧૦૦૦ જોડ ચપ્પલ વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!