Blindman Bhavnagar 3

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, સાબિત કર્યું દ્રષ્ટિ હીન ૭૦ વર્ષ ના વડીલે

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી

Blindman Bhavnagar 3

ખાસ અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર

કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે ભાવનગર જીલ્લાનાં ઉમરાળા તાલુકા નાં ચોગઠ ગામ નાં મનજીભાઈ ચૌહાણે .૧૫ વર્ષ ની ઉમરે એક બીમારીમાં પોતાની બન્ને આંખો જતી રહેતા જિંદગીભર દ્રષ્ટિહીન થઇ જવાનો વારો આવતા પોતાનું અને પરિવાર નાં ગુજરાન માટે ગામઠી કાથીના ખાટ્લા ભરી તેમાંથી આજીવિકા મેળવી જીવન ગુજારવામાં આવી રહ્યું છે .

ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં રહેતા ૭૦ વર્ષ નાં મનજીભાઈ ચૌહાણ કે જેઓ જ્યારે માત્ર ૧૫ વર્ષની ઉમરના હતા તે સમયે શીતળા નામ ની બીમારીમાં પોતાની બંને આંખો ગુમાવવાનો વારો આવ્યો .આંખે અંધાપો આવી જતા અનેક ડોકટરો ની સારવાર છતાં પણ આંખ ની દ્રષ્ટિ પાછી નહિ આવતા પરિવાર નાં સભ્યો તેમજ પોતે નીરસ થઇ ભાંગી પડ્યા હતા.પરંતુ કહેવત છે ને “અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” એ કહેવત પ્રમાણે મનમાં નક્કી કર્યું કે ભલે મારે બન્ને આંખે દ્રષ્ટિ નાં હોય પણ હું હિમ્મત નહિ હું કોઈ પણ કામ કરી બતાવીશ નો નિર્ણય કર્યો.

Advertisement
whatsapp banner 1

ત્યારબાદ મનજીભાઈ એ બેસવા તેમજ સુવા ઘર ઉપયોગમાં લેવામાં આવતા ગામઠી કાથી ખાટલા ભરવાનાં કામ શીખવાની ની શરૂઆત કરી .મનજીભાઈ નું મનોબળ એટલું મજબુત હતું કે તેઓ દ્રષ્ટિહીન હોવા છતાં પણ કાથી ખાટલા ભરવાનું ખુબ જ સારી રીતે શીખી ગયા. આજે ૭૦ વર્ષ ની ઉમરે પણ તેઓ દરરોજ નાં બે થી ત્રણ ખાટલા કાથી થી ભરી રહ્યા છે અને એક ખાટલે રૂ.૨૫૦ રૂપિયા મેળવી રહ્યા છે.

મનુભાઈનાં ભાઈ નું અકાળે મોત નીપજતા તેમના બાળકો ની જવાબદારી પણ તેઓના સિરે આવતા તેમનું અને તેમના ભાઈના બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા છે.મનજીભાઈ દ્રષ્ટિ હીન હોવા છતાં કાથી ખાટલા ભરતા જોઈ ગામ નાં લોકો પણ આચર્ય ચકિત થઇ એકીટસે તેમને જોઈ રહે છે.મનજીભાઈ એક ગામ થી બીજે ગામ પણ કાથી ખાટલા ભરવા માટે જાય છે અને તે કોઈ કામ કરવા જાય ત્યારે ગામ લોકો પણ તેમને પુરતો સહયોગ આપી રહ્યા છે.મનુભાઈ ગામમાં જ્યારે રસ્તાઓ પર નીકળે ત્યારે તેઓ કોઈ પણ વ્યક્તિનાં સહારા વિના એકલા જાતે જ ઘરે પહોચી જાય છે.મનુભાઈ નું આ આત્મ બળ જોઈ ગામ નાં લોકો પણ તેને નાં આ અડગ વિશ્વાસ ની મિશાલ લઇ રહ્યા છે.