Bed colorfull 5

રંગબેરંગી દોરી ભરેલા ખાટલા સંગ્રહ કરવાનો અનેરો શોખ.જાણો સંગ્રહ પાછણનું રહસ્ય

ભાવનગરથી દિનેશ મકવાણાનું ખાસ રિપોર્ટ

Colorfull bed collection at shihor Bhavnagar

ભાવનગર, ૩૦ નવેમ્બર: આજના આધુનિક યુગમાં શહેરોમાં દેશી ખાટલાઓ માત્ર જુજ ઘરોમાં જ જોવા મળતા હોય છે.જયારે ગામડાઓમાં હજુ જુના દોરી ભરેલા ખાટલાઓ જોવા મળે છે. પરંતુ એક જ ઘરમાં ૫૦ થી વધુ રંગબેરંગી દોરીથી ભરેલા દેશી ખાટલાઓ ભાગ્યે જ જોવા મળે છે.આવો જ વિવિધ રંગબેરંગી ખાટલાઓ રાખવાનો શોખ ધરાવતા સિહોરના થાળા ગામના હિંગોળભાઈ ગઢવી કે જેઓ આર્થિક રીતે સમૃદ્ધ આજના મોર્ડન યુગમાં પણ તેમને ત્યાં આવતા જતા મહેમાનો ની મહેમાનગતિ માટે રંગબેરંગી દોરી ભરેલા ખાટલાઓ રાખવામાં આવ્યા છે.

whatsapp banner 1
Colorfull bed collection at shihor Bhavnagar Hindol bhai Gadhvi,

આજના સમયમાં માનવીઓ અલગ અલગ પ્રકારના શોખ ધરાવતા હોય છે. જેમાં કેટલાક લોકોને હરવા ફરવાનો તો કોઈને સોના-ચાંદીના જુના-નવા સિક્કાના સંગ્રહનો તો કોઈને ચલણી નોટ સંગ્રહ નો,તો કોઈને વિવિધ પોસ્ટ ટીકીટનો સંગ્રહનો શોખ હોય છે. પરંતુ ૫૦ જેટલા દેશી રંગબેરંગી દોરીથી ભરેલ ખાટલા પોતાના ઘરમાં રાખ્યા હોય તેવા માણસને ક્યારેય જોયા છે ખરા? આવા જ એક અલગ પ્રકરણનો શોખ ધરાવતા ભાવનગર જીલ્લાના સિહોરના થાળા ગામના હિંગોળભાઈ કે જેમનો અનેરો શોખ આજના સમયમાં એક મિશાલ બન્યો છે.આજના ટેકનોલોજી ના સમયમાં ગામડાઓમાં પણ લોકોના ઘરોમાં ખાટલાઓનું સ્થાન આધુનિક સેટી, પલંગ અને સોફાસેટે લીધું છે ત્યારે હિંગોળભાઈ ગઢવી ના ઘરમાં આજે પણ ૫૦ થી વધુ દેશી વિવિધ રંગની દોરીથી ભરેલા ખાટલા જોવા મળે છે.

Colorfull bed collection at shihor Bhavnagar

આજના મોર્ડન જમાનામાં પણ હજુ ગામડાઓમાં લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ સંગ્રહ કરવાનો શૌખ ધરાવે છે ત્યારે હિંગોળભાઈના ઘરના ફળિયામાં રાખવામાં આવેલ વિવિધ રંગોથી સુશોભિત કરેલ ખાટલાઓ શોભામાં અભીવૃતી કરે છે. વિવિધ પ્રકારના રંગોની દોરીથી ભરેલા ખાટલા હર કોઈનું મનમોહિલે છે.જ્યારે તેમને ત્યાં આવતા મહેમાનો પણ મહેમાનગતિ માણવા આવતા હોય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં ખાટલાઓનો સંગ્રહ જોઈ દંગ રહી જાય છે.

સામાન્ય રીતે ગામડાઓમાંના ઘરોમાં એક-બે કે ત્રણ થી વધુ ખાતલાઓ જોવા મળતા નથી ત્યારે એકજ ઘરમાં આટલો મોટો ખાટલાઓનો સંગ્રહએ શૌખની બાબત છે. હિંગોળભાઈ નો ખાટલા પ્રેમ એટલો બધો છેકે તેઓ મિસ્ત્રી પાસે જાતે જ ખાટલાઓ ત્યાર કરાવે છે અને તેમાં ભરવામાં આવતી દોરી નો રંગ પસંદ કરવામાં આવે છે.છેલ્લા ૧૨વર્ષ થી શોખ માટે ત્યાર કરવામાં આવતા રંગબેરંગી ખાટલા આજે ૫૦ થી વધુ ની સંખ્યામાં તેમને ત્યાં જોવા મળી રહ્યા છે.