Vadodara cpllector 2

વડોદરા જિલ્લો પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પૂરી પાડવાની વ્યવસ્થા ધરાવતો જિલ્લો બનશે:કલેકટરશ્રી

VDR Collector meeting

જિલ્લા કલેકટરશ્રીએ તાલુકાવાર પ્રત્યેક ઘરમાં નળ જોડાણની પરિસ્થિતિની વિડિયો કોન્ફરન્સ દ્વારા કરી સમીક્ષા

બાકી જોડાણો ની કામગીરી સત્વરે પૂરી કરવા આપી સૂચના

વડોદરા,૧૯ ઓગસ્ટ:નલ સે જલ ના આયોજન અન્વયે વડોદરા જિલ્લાના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.


જિલ્લા કલેકટર શ્રીએ આજે તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રત્યેક તાલુકામાં ઘરોની અને નળ જોડણીની સંખ્યાની સમીક્ષા કરી હતી.


તેમણે આ કામગીરી લગભગ પૂર્ણતાને આરે પહોંચી હોવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરતા, નળ જોડાણથી વંચિત ઘરોને જોડાણો પૂરું પાડવાનું કામ આયોજન પ્રમાણે સત્વરે પૂરું કરવાનો અને સપ્ટેમ્બરમાં વડોદરા જિલ્લાને પ્રત્યેક ઘરમાં નળ જોડાણ ધરાવતો જિલ્લો બનાવવાનો ખાસ અનુરોધ કરવાની સાથે લક્ષ્ય પ્રમાણે નિર્ધારિત કામગીરી પૂરી કરવા સૂચના આપી હતી.

Advertisement


બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ પણ સમુચિત સૂચનાઓ આપી હતી. વાસ્મો અને પાણી પુરવઠાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.