Nal Se Jal Puja 2

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત

Nal Se Jal Puja

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા


પુર્વ મંત્રીશ્રી જસુમતીબેન કોરાટ વિશેષ ઉપસ્થિતિ


રાજકોટ, ૧૭ ઓક્ટોબર:  જેતપુર તાલુકાના જુની સાકળી ગામ ખાતે ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિની દ્વારા ઓ ગ મે ન્ટે શ ન  જનરલ ઈન રૂરલ એરિયા ટેપ કનેક્ટિવિટી “” નલ સે જલ””કાર્યક્રમ દ્વારા કુલ અંદાજિત ૧૪.૧૪  લાખ ના ખર્ચે  ગામની પાણી પુરવઠા યોજના માં ઉચી પાણીની ટાંકી મંજૂર કરતા  વાસ્મો  દ્રારા જેતપુર તાલુકાના  જુની સાકળી ગામ ખાતે ૭૦ હજાર લિટરની ક્ષમતા ૧૨ મીટર ઊંચાઇ સાથે ની ઉચી પાણીની ટાંકી નું ખાત મુહૂર્ત  પાણી પુરવઠા અને પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયા હસ્તે કરવામાં આવ્યું હતું

Nal Se Jal Puja 2


આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની અને વિતરણ વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થિત આયોજનપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. પીવાનું પાણી એ માનવ જીવન માટે પ્રાથમિક જરૂરિયાત હોય જે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય  તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

 આ ઊંચી ટાંકી બનતા સાકડી ગામ ના ૪૬૬ ઘરોને નળ કનેક્શન દ્વારા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાને વધુ સુ વ્યવસ્થિત કરી શકાશે

જુનીસાકળી ગામ ખાતે ઉચી પાણીના ટાંકા ના ખાતમુહૂર્ત પ્રસંગે પુર્વ મંત્રીશ્રી જસુમતીબેન કોરાટ અગ્રણી શ્રી ભુપતભાઈ સોલંકી. દિનકરભાઇ ગુંદરિયા .આર કે  રૈયાણી .વેલજી ભાઈ સરવૈયા. સુભાષભાઈ બાંભરોલીયા . વજુભાઈ કોઠારી. વિપુલભાઈ સંચાણીયા .રામભાઈ જોગી બાબુભાઈ ખાખરીયા .સરપંચ શ્રી અરવિંદભાઈ વાલાણી. તેમજ વાસ્મો ના અધિકારી શ્રી એન જે રૂપારેલ . કમલેશ રાવલ  સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.