IMG 20200824 WA0029

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષા નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રીશ્રી

img 20200824 wa0031287043294396782858


૯૦ દિવસ ચાલનારૂં વર્ચ્યુઅલ એકઝીબિશન બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે:- મુખ્યમંત્રીશ્રી

ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી રાજ્યના ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન-સ્કીલ ડેવલપમેન્ટ –ટેક્ષટાઇલ પાર્કસના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરાં પાડયા છે
◆ ૧૮૬૧માં અમદાવાદમાં પહેલ વહેલી સ્પીનીંગ –વિવીંગ મિલથી શરૂ થયેલી કાપડ ઊદ્યોગ યાત્રા આજે ૩પ લાખ સ્પીન્ડલ સુધી વિસ્તરી છે
◆ ફાર્મ ટુ ફાયબર – ફાયબર ટુ ફેબ્રિક – ફેબ્રિક ટુ ફેશન – ફેશન ટુ ફોરેન ફાઇવ ‘F’ની પ્રધાનમંત્રીશ્રીની ફોર્મ્યુલાથી ગુજરાતના કાપડ-ટેક્ષટાઇલ ઊદ્યોગે નવી દિશા આપી છે
◆ પોલિસી ડ્રીવન સ્ટેટ – રિકમન્ડેશન નહિ – રિફોર્મ્સ – તેમજ લેબર રિફોર્મ્સ – પોલિટીકલ સ્ટેબિલીટી-ગુડ ગર્વનન્સથી ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ –લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યુ છે

img 20200824 wa00292559078586573161312

૨૪ ઓગસ્ટ, ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે.શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ક્રેડીટ લીન્ક વ્યાજ સબસિડી, જળસંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન માટે પ્રોત્સાહનો તેમજ ટેક્ષટાઇલ પાર્ક માટેના પ્રોત્સાહનથી કાપડના ઉત્પાદન-નિકાસને વેગ મળ્યો છે. રાજ્યમાં ર૮ થી વધુ ટેક્ષટાઇલ પાર્ક કાર્યરત છે.
ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઇવ ‘F’ ની પ્રધાનમંત્રીશ્રીની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઊદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

img 20200824 wa00278993321073017484084


આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશના ૩૩ ટકા કપાસ ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્ષટાઇલ ઊદ્યોગનું કેપિટલ છે. ૧૮૬૧માં અમદાવાદમાં પહેલ વહેલી સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલની જે યાત્રા શરૂ થઇ હતી તે આજે વિકસીને ૩પ લાખ સ્પીન્ડલ સુધી પહોચી ગઇ છે.મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વર્ચ્યુઅલ એકઝીબિશન છે તેમ જણાવતાં ફેબેક્ષાના આયોજકોને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ વર્ચ્યુઅલ એકઝીબિશન કોરોના પછીની આપણી બદલાતી જીવન શૈલીનું દ્યોતક છે.

img 20200824 wa00287312223287327500967


વર્ચ્યુઅલ એકઝીબિશનમાં સમયનો કોઇ બાધ નથી એટલે ગમે ત્યારે ગ્રાહક-વ્યકિત પોતાની અનુકૂળતા મુજબ એકઝીબિશનની વર્ચ્યુઅલ વિઝીટ લઇ શકે છે. ૧૦૦થી વધુ એકઝીબિટર્સ આ પ્રદર્શનીમાં સહભાગી થયા છે.સતત ૯૦ દિવસ ચાલનારૂં આ એકઝીબિશન એકઝીબિટર્સ-બાયર્સ-સેલર્સ બધા માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારૂં છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ટેક્ષટાઇલ સહિતના ઊદ્યોગો માટે સાનુકુલ વાતાવરણ છે. એટલું જ નહિ, પોલિસી ડ્રીવન સ્ટેટ હોવાના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓર્પાચ્યુનિટી બન્યું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ટેક્ષટાઇલ ઊદ્યોગનો મોટો વર્ગ MSME સાથે સંકળાયેલો છે તેનો ઉલ્લેખ કરતાં રાજ્ય સરકારે MSME માટે આપેલા પ્રોત્સાહનો, પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો અભિગમ તેમજ રિકમન્ડેશન નહિ, રિફોર્મના રવૈયાથી ઊદ્યોગોને અનુકૂળ માહૌલ ઊભો કર્યો છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે ઉમેર્યુ કે, લેબર રિફોર્મ્સ તથા લેબર ઇન્ફ્રાસ્ટ્રકચર અને પોલિટીકલ સ્ટેબિલીટી, ગુડ ગર્વનન્સને પરિણામે ગુજરાતમાં ઊદ્યોગ-વેપારને નવી દિશા મળી છે.
શ્રી વિજયભાઇ રૂપણીએ ‘ફેબેકસા’નું આ આયોજન અમદાવાદ-સુરતને ટેક્ષટાઇલ હબ તરીકે પ્રસ્થાપિત કરશે તેવી અપેક્ષા વ્યકત કરતાં એકઝીબિશનની સફળતાઓ વાંચ્છી હતી.
અમદાવાદના મસ્કતી કાપડ માર્કેટ મહાજનના શ્રી ગૌરાંગ ભગતે એકઝીબિશનનો ઉદેશ્ય સ્પષ્ટ કર્યો હતો.આ અવસરે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના હોદ્દેદારો, વસ્ત્ર ઊદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ આ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:ઉદય વૈષ્ણવ,સી.એમ-પીઆરઓ

Banner Still Guj