મુખ્ય સચિવશ્રીએ બર્ડ ફ્લૂ અંગે વિડિયો કોન્ફરન્સથી યોજેલી બેઠકમાં કરી સમીક્ષા:મતદાર દિવસની ઉજવણી અંગે ચર્ચા

smt shalini agrawal meeting edited

વડોદરા, ૧૨ જાન્યુઆરી: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યસ્તરેથી યોજવામાં આવેલી વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ ની યોજનાઓ અંતર્ગત “કોલ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતીમેળાનો ઇ-શુભારંભ કરવામાં આવ્યો તેમાં તેઓ જોડાયા હતાં. તે પછી મુખ્ય સચિવશ્રીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી બર્ડ ફ્લુ અંગેની સમીક્ષા માટેની વિડીયો કોન્ફરન્સમાં જિલ્લામાં બર્ડ ફ્લુ અંગેની પરિસ્થિતિ તેમજ સાવચેતી અને તકેદારી સ્વરૂપે લેવામાં આવેલાં પગલાઓની માહિતી આપી હતી.

Whatsapp Join Banner Guj

મુખ્ય સચિવશ્રીએ કોરોના રસીકરણ સંદર્ભેની પૂર્વ તૈયારીઓની વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી જેમાં તેમણે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારી અને જરૂરી આયોજન અંગેની જાણકારી પૂરી પાડી હતી. તેની સાથે મુખ્ય સચિવશ્રીએ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનાં ભાગરૂપે તા:૧૭/૦૧/૨૦૨૧નાં રોજ વડાપ્રધાનશ્રીનાં વરદ્દહસ્તે પ્રતાપનગરથી કેવડીયા (SOU) વચ્ચે શરૂ થનારી નવી ટ્રેનનાં યોજાનાર ઇ-ફ્લેગઑગ કાર્યક્રમ બાબતે માર્ગદર્શન અને સૂચનાઓ આપી.આ બેઠકમાં પણ તેઓ જોડાયાં હતા.

તા:૨૫ જાન્યુઆરી ૨૦૨૧નાં રોજ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.તેના સંદર્ભે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા વિડિયો કોન્ફરન્સથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો….કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા: પરેશ ધાનાણી