Banas Dairy butter milk 2

બનાસ ડેરીમાં (Banas Dairy) રોજની ૨ લાખ લિટર અમુલ મસાલા છાસ પેક થશે

Banas Dairy,butter milk Shankar chaudhari

Banas Dairy: રૂપિયા ૧૦.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં રોજની ૨ લાખ લિટર અમૂલ મસ્તી મસાલા છાશ પેક થઇ શકશે.

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૦૮ માર્ચ
: બનાસ ડેરી ખાતે ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે (Banas Dairy) બનાસ ડેરીના UHT પ્લાન્ટમાં નિર્માણ પામેલા અત્યાધુનિક તકનીક ધરાવતા અમૂલની પ્રખ્યાત મસાલા છાશના પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj

રૂપિયા ૧૦.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં રોજની ૨ લાખ લિટર અમૂલ મસ્તી મસાલા છાશ પેક થઇ શકશે. UHT ટેટ્રાપેકમાં પેક થનાર અમૂલ મસ્તી મસાલા છાશને સામાન્ય વાતાવરણમાં ૧૮૦ દિવસ સુધી જાળવી શકાય છે. આમ પહેલા બનાસ ડેરી પાલનપુર ખાતે UHT ટેટ્રાપેકમાં માત્ર દૂધનું પેકેજીંગ કરવામાં આવતું હતું

Banas Dairy butter milk packing Shankar chaudhari

હવે સાથે સાથે છાશનો પેકેજીંગ પ્લાન્ટ કાર્યરત થતાં દૂધનું વધુ વેલ્યુ એડીશન થઇ શકશે અને સરવાળે પશુપાલકોને વધુ ફાયદો થશે. અમૂલ મસ્તી મસાલા છાશનું ફાસ્ટફૂડ સાથે પણ ચલણ વધી રહ્યું છે. કાર્બોહાઈડ્રેટ પીણાંની જગ્યાએ છાશ ખૂબ જ આરોગ્યવર્ધક પીણાં તરીકે વપરાશમાં લેવાઈ રહી છે.

આ પણ વાંચો…અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ (Divert Route) ઉપર ચાલશે,જાણો વિગત…..