Kaushik Patel 3

તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ હવેથી ઓનલાઇન

Kaushik Patel 3

ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નક્કર કદમ

  • મહેસૂલ વિભાગની વધુ એક સિદ્ધિ : ઇન્ટીગ્રેટેડ રેવેન્યુ ઇનસ્પેક્શન સીસ્ટમ ઓનલાઇન – મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ
  • તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ હવેથી ઓનલાઇન

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર

ગાંધીનગર, ૨૬ ઓક્ટોબર: મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્ત લિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-2004થી ડિજીટાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે. રાજયની તમામ જમીનોના 8 કરોડ જેટલા હસ્તલિખિત 7/12 અને હસ્તલિખિત નોંધોને સ્કેન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યાં છે. મહેસૂલી કોર્ટ કેસ, હક્કપત્રકની નોંધો અને વિવિધ પરવાનગીની અરજી તથા પ્રક્રિયા ઓનલાઇન કરવામાં ગુજરાત રાજય ભારતભરમાં મોખરે છે.

whatsapp banner 1

મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ રાજયના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોની રોજબરોજની મહેસૂલી કામગીરીઓને લક્ષમાં રાખીને ટેકનોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે ઇ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી iORA પર બિનખેતી પરવાનગી, પ્રીમિયમ પરવાનગી, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઇ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી 27 જેટલી વિવિધ સેવાઓ ઓન લાઇન કરી સીંગલ વિન્ડો સીસ્ટમને યથાર્થ બનાવી છે ત્યારે મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી iRIS (Integrated Revenue Inspection System) – “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજયમાં મહત્વની તમામ મહેસૂલી પરવાનગી પ્રક્રિયા ખૂબ જ કાર્યક્ષમ રીતે તથા સમયમર્યાદામાં પારદર્શી રીતે થાય તે માટે મહેસૂલ તપાસણી કમિશ્નરશ્રીની કચેરી દ્વારા રાજયની તમામ મહેસૂલી કચેરીઓની તબક્કાવાર તપાસ કરવામાં આવે છે તથા રાજયની મહેસૂલી કચેરીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. હવેઆ ટેકનોલોજીના સમયમાં આ તપાસની પ્રક્રિયા પણ ઓનલાઇન થાય તે માટે મહેસૂલ વિભાગે નક્કર નિર્ણય લીધો છે. “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” દ્વારા હવેથી મહેસૂલી કચેરીઓની તપાસણી ઓનલાઇન કરવાથી સમયની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે અને સમગ્રતયા કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, જે બાબતો માટે મહેસૂલી કચેરીઓની ભૌતિક ચકાસણી કરવાની હોય તે માટે ઇન્સપેક્શન ટીમ જિલ્લા કચેરીએ જઇને કચેરી કચેરીની તપાસ કરશે. ટેકનોલોજીના ઉપયોગથી મહેસૂલ વિભાગે અરજી પ્રક્રિયા – તપાસ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરીને તમામ સરકારી વિભાગો માટે દ્રષ્ટાંત પુરું પાડેલ છે. રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી મહેસૂલી કચેરીઓની ઓનલાઇન તપાસણીથી સમય તથા નાણાંનો બચાવ થશે.

માન.મંત્રીશ્રી મહેસૂલના વરદ હસ્તે તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, સચિવશ્રી જ.સુ. તથા મહેસૂલ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતમાં મહેસૂલ વિભાગ દ્વારા iRIS (Integrated Revenue Inspection System) – “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” લોન્ચ કરવામાં આવી હતી.

loading…