NEET એક્ઝામ માટે પશ્ચિમ રેલ્વે ચલાવશે વાપી થી અમદાવાદ તથા સોમનાથ થી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

Western Railway

 અમદાવાદ,૧૧ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી નીટ પરીક્ષાઓ ના મદ્દેનજર કેન્ડીડેટ ની સુવિધા માટે 12,સપ્ટેમ્બર 20 શનિવાર ના રોજ વાપી થી અમદાવાદ તથા સોમનાથ થી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

જે નીચે મુજબ છે.

  1. 09081/09082 વાપી – અમદાવાદ – વાપી સુપરફાસ્ટ સ્પેશિયલ        ટ્રેન સંખ્યા 09081 વાપી-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 12 સપ્ટેમ્બર 2020 ના રોજ 23:10 વાગ્યે વાપી થી ચાલીને આગલા દિવસે 05:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

વાપસી માં ટ્રેન સંખ્યા 09082 અમદાવાદ-વાપી સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 13 સપ્ટેમ્બર 2020 ના રોજ 23:10 વાગ્યે અમદાવાદ થી ચાલીને આગલા દિવસે 05:00 વાગ્યે વાપી પહોંચશે. માર્ગ માં બંને દિશાઓ માં આ ટ્રેન વલસાડ,નવસારી, સૂરત, અંકલેશ્વર, ભરુચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેન માં સ્લીપર અને જનરલ કોચ ના રિજર્વ કોચ રહેશે.

2. 09201/09202 સોમનાથ–અમદાવાદ–સોમનાથ સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ        ટ્રેન સંખ્યા 09201 સોમનાથ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 12 સપ્ટેમ્બર 2020 ના રોજ 21:30 વાગ્યે સોમનાથ થી ચાલીને આગલા દિવસે 05:25 વાગ્યે અમદાવાદ પહોંચશે.

વાપસી માં ટ્રેન સંખ્યા 09202 અમદાવાદ- સોમનાથ સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 13 સપ્ટેમ્બર 2020 ના રોજ 21:10 વાગ્યે અમદાવાદ થી ચાલીને આગલા દિવસે 05:05 વાગ્યે સોમનાથ પહોંચશે. માર્ગ માં બંને દિશાઓ માં આ ટ્રેન વેરાવળ,ચોખડ રોડ,માલિયા, હાટીના, કેશોદ,જુનાગઢ,જેતલસર,નવાગઢ, વિરપુર,ગોંડલ,ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેન માં સ્લીપર અને સેંકંડ ક્લાસ સિટિંગ ના રિજર્વ કોચ રહેશે.     

યાત્રીઓ ને અનુરોધ છે કે કૃપયા વર્તમાન માં કોરોના વૈશ્વિક મહામારી ને દેખતા ભારત સરકાર દ્વારા જારી ગાઈડ લાઇન્સ નું પાલન કરે તથા ટ્રેન ના નિર્ધારિત સમય થી 1.30 ક્લાક પૂર્વ સ્ટેશન પર પહોંચે

loading…