પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડીવીઝન થઈને વધુ 9 વધારાની ટ્રેન સેવાઓ વિસ્તૃત

Screenshot 20200505 005627 01

અમદાવાદ, ૩૦ નવેમ્બર: મુસાફરોની સુવિધા માટે તેમજ આ સમયગાળા દરમિયાન મુસાફરો ની વધારાની સંખ્યાને સમાયોજિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગંતવ્ય સ્થાનો માટે ચલાવવામાં આવી રહેલી.

Railways banner

14 વધુ સ્પેશિયલ ટ્રેનોને 2 જાન્યુઆરી, 2021 સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જ ક્રમમાં ટ્રેન નં. 04818/17 બાંદ્રા ટર્મિનસ-ભગતની કોઠી વિશેષ ટ્રેનને હવે ટ્રેન નં. 04818/17 દાદર – ભગતની કોઠી સ્પેશીયલ ટ્રેનનાં રૂપમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે આ ટ્રેન હવે બાંદ્રા ટર્મિનસને બદલે દાદર સ્ટેશનથી ઓરીજીનેટ/ટર્મિનેટ થશે.     

પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બાહર પાડવામાં આવેલ પ્રેસ જાહેરાત અનુસાર ઉપરોક્ત ટ્રેનોનાં વિસ્તૃત ફેરાઓનું વર્ણન નીચે આપવામાં આવે છે : –

1. ટ્રેન નં. 02989/02990 દાદર – સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન (ત્રિ-સાપ્તાહિક) {26 ફેરા}

ટ્રેનનં. 02989 દાદર – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દાદર થી પ્રત્યેક ગુરુવાર, શનિવાર અને સોમવારે 15.05 વાગ્યે પ્રસ્થાન કરીને બીજે દિવસે 08.05 વાગ્યે અજમેર પહોંચશે. આ ટ્રેન 3 થી 28 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ રીતે પરત મુસાફરીમાં ટ્રેન નં. 02990 અજમેર- દાદર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન અજમેરથી દરેક બુધવાર, શુક્રવાર અને રવિવારે 19.50 વાગે પ્રસ્થાન કરીને બીજે દિવસે 12.25 વાગ્યે દાદર પહોંચશે. આ ટ્રેન 2 થી 7 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશાઓમાં બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, નડીયાદ, અમદાવાદ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બંધ, ફાલના, રાણી, મારવાડ જંકશન, સોજત રોડ અને બ્યાવર સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી || ટાયર, એસી ||| ટાયર , શયનયાન તેમજ દ્વિતીય શ્રેણી સીટીંગનાં ડબ્બા હશે.

2. ટ્રેન નં. 09707/09708 બાંદ્રા ટર્મિનસ –શ્રી ગંગાનગર સ્પેશિયલ ટ્રેન (પ્રતિ દિવસ) {62 ફેરા}

ટ્રેન નં.09707 બાંદ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ ઉપરથી 21.00 વાગ્યે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે 04.15 વાગ્યે શ્રી ગંગાનગર પહોંચશે. આ ટ્રેન 3 ડીસેમ્બર, 2020 થી 2 જાન્યુઆરી, 2021 સુધી ચાલશે. આ જ રીતે પરત મુસાફરીમાં ટ્રેન નં. 09708 શ્રી ગંગાનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન શ્રી ગંગાનગરથી 23.00 વાગ્યે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે 06.15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 1 થી 31 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં અંધેરી, બોરીવલી, દહાણુ રોડ, વાપી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી બીજી, કલોલ, મહેસાણા જંક., ઊંઝા, સિદ્ધપુર, છાપી, પાલનપુર, આબુરોડ, સ્વરૂપગંજ, પિંડવાડા, નાના, જવાઈ બંધ, ફાલના, રાણી. સોમેસર, મારવાડ જંક., સોજત રોડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, નરૈના, ફૂલેરા જંક., આસલપુર જોબનેર, જયપુર, ગોવિંદ ગઢ માલિક પુર, રીંગસ જંક, સીકર જંક., લક્ષ્મણ ગઢ સીકર, ફતેપુર શેખાવાટી, ચુરુ, સાદુલપુર જંક., તાલુકો ભદ્રા, નોહર, ઈલેનાબાદ, હનુમાનગઢ ટાઉન, હનુમાનગઢ જંક. અને સાદુલ શહર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી || ટાયર , એસી ||| ટાયર , શયન યાન તેમજ દ્વિતીય શ્રેણી સીટીંગનાં ડબ્બા હશે.

3. ટ્રેન નં. 02474/02473 બાંદ્રા ટર્મિનસ-બીકાનેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (8 ફેરા)   

ટ્રેન નં/ 02474 બાંદ્રા ટર્મિનસ – બીકાનેર સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ ઉપરથી પ્રત્યેક મંગળવારે 14.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને પછીના દિવસે 10.10 વાગ્યે બીકાનેર પહોંચશે. આ ટ્રેન 8 થી 29 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ પ્રકારે પરત યાત્રામાં, ટ્રેન નં. 02473 બીકાનેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન બીકાનેર ઉપરથી પ્રત્યેક સોમવારે 15.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને અને બીજા દિવસે 11.55 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 7 થી 28 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશાઓમાં બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, મહેસાણા જંક., ઊંઝા, પાલનપુર જંક., આબુ રોડ, જવાઈ બંધ, મારવાડ જંક., પાલી મારવાડ, જોધપુર જંક., મેડતા રોડ, નાગૌર તેમજ નોખા સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તેમજ દ્વિતીય શ્રેણી સીટીંગનાં ડબ્બા હશે.

4. ટ્રેન નં. 02490/02489 દાદર- બીકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક) {18 ફેરા} 

 ટ્રેન નં. 02490 દાદર – બીકાનેર સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દાદર થી પ્રત્યેક બુધવાર અને રવિવારે 15.05 વાગ્યે પ્રસ્થાન કરીને બીજે દિવસે 12.30 વાગ્યે બીકાનેર પહોંચશે. આ ટ્રેન 2 થી 30 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ રીતે પરત મુસાફરીમાં ટ્રેન નં. 02489 બીકાનેર- દાદર સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બીકાનેરથી પ્રત્યેક મંગળવાર તેમજ શનિવારે 15.00 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 12.25 વાગ્યે દાદર પહોંચશે. આ ટ્રેન 1 થી 29 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા જંક., પાટણ, ભીલડી જંક., રાણીવાડા,મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી જંક., જોધપુર જંક. અને નાગૌર સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તેમજ દ્વિતીય શ્રેણી સીટીંગનાં ડબ્બા હશે.

5. ટ્રેન નં. 04818/04817દાદર – ભગતની કોઠી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (દ્વિ-સાપ્તાહિક) {18 ફેરા}   

ટ્રેન નં. 04818 દાદર –ભગતની કોઠી સ્પેશિયલ ટ્રેન પ્રત્યેક મંગળવારે તેમજ શુક્રવારે 15.05 વાગ્યે રવાના થઈને બીજા દિવસે 07.20 વાગ્યે ભગતની કોઠી પહોંચશે. આ ટ્રેન 4 ડીસેમ્બર, 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. આ જ પ્રકારે, પરત મુસાફરીમાં ટ્રેન નં.04817 ભગતની કોઠી – દાદર સ્પેશિયલ ટ્રેન ભગતની કોઠી થી પ્રત્યેક સોમવાર તેમજ ગુરુવારે 19.50 વાગ્યે રવાના થઈને બીજા દિવસે 12.25 વાગ્યે દાદર પહોંચશે. આ ટ્રેન 3 થી 31 ડીસેમ્બર 2020 સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા જંક., પાટણ, ભીલડી જંક., રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર અને સમદડી સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર , શયનયાન તેમજ દ્વિતીય શ્રેણીનાં સામાન્ય ડબ્બા હશે.

6. ટ્રેન નં. 02929/02930 બાંદ્રા ટર્મિનસ –જૈસલમેર સુપર ફાસ્ટ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન {8 ફેરા}   

ટ્રેન નં.02929 બાંદ્રા ટર્મિનસ – જૈસલમેર સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ ઉપરથી પ્રત્યેક શુકવારે 11.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 09.40 વાગ્યે જૈસલમેર પહોંચશે. આ ટ્રેન 4 થી 25 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ પ્રકારે પરત યાત્રામાં ટ્રેન નં. 02930 જૈસલમેર –બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન જૈસલમેર થી પ્રત્યેક શનિવારે 19.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15.25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 5 થી 26 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરતી બીજી, મહેસાણા જંક., ઊંઝા, પાલનપુર જંક., આબુ રોડ, જવાઈ બંધ, ફાલના, રાણી, મારવાડ જંક., પાલી મારવાડ, જોધપુર જંક., ઓસિયાન, ફાલોડી તેમજ રામદેવરા સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તેમજ દ્વિતીય શ્રેણી સીટીંગનાં ડબ્બા હશે.

7. ટ્રેન નં.. 09027/09028 બાંદ્રા ટર્મિનસ –જમ્મુતાવી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન {8 ફેરા}   

ટ્રેન નં. 09027 બાંદ્રા ટર્મિનસ – જમ્મુતાવી સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ ઉપરથી પ્રત્યેક શનિવારે 11.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23.15 વાગ્યે જમ્મુતાવી પહોંચશે. આ ટ્રેન 5 થી 26 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ પ્રકારે પરત યાત્રામાં ટ્રેન નં.09028 જમ્મુતાવી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન જમ્મુતાવી થી પ્રત્યેક સોમવારે 05.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 14.50 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 7 થી 28 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, મહેસાણા જંક., પાલનપુર જંક., આબુ રોડ, ફાલના, મારવાડ જંક., પાલી મારવાડ, જોધપુર જંક., મેડતા રોડ જંક., દેગાના જંક., છોટી ખાટુ, ડીડવાના, લાડનૂન, સુજાનગઢ, રતનગઢ જંક., ચુરુ, સાદુલપુર જંક., હિસાર, બરવાળા , ધુરી જંક., લુધિયાણા જંક., જલંધર કેંટ, પઠાણકોટ કેંટ તેમજ કથુઆ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તેમજ દ્વિતીય શ્રેણી સીટીંગનાં ડબ્બા હશે.

8. ટ્રેન નં. 09451/09452 ગાંધીધામ–ભાગલપુર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન {8 ફેરા}

ટ્રેન નં.09451 ગાંધીધામ –ભાગલપુર સ્પેશિયલ ટ્રેન પ્રત્યેક શુક્રવારે ગાંધીધામથી 17.40 વાગ્યે પ્રસ્થાન કરીને રવિવારે 20.15 વાગ્યે ભાગલપુર પહોંચશે. આ ટ્રેન 4 થી 25 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ પ્રકારે પરત યાત્રામાં ટ્રેન નં. 09452 ભાગલપુર – ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન પ્રત્યેક સોમવારે ભાગલપુરથી 06.30 વાગ્યે પ્રસ્થાન કરીને બુધવારે 08.00 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 7 થી 28 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશાઓમાં ભચાઉ, સામખીયાળી, ધાંગધ્રા, અમદાવાદ, નડીયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, હિંડોન સીટી, બ્યાના, ભરતપુર, અછનેરા, મથુરા જંક., કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનવ, ગોંડા જંક., બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ, બેતિયા, સાગૌલી, બાપુડામ, મોતીહારી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની જંક., બેગુસરાય, મુંગેર તેમજ સુલતાનગંજ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તેમજ દ્વિતીય શ્રેણીનાં સીટીંગ તેમજ પેન્ટ્રીકાર ડબ્બા રહશે.

9. ટ્રેન નં. 09424/09423 ગાંધીધામ –તીરુનેલવેલી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન {8 ફેરા}

 ટ્રેન નં. 09424 ગાંધીધામ – તીરુનેલવેલી સ્પેશિયલ ટ્રેન પ્રત્યેક સોમવારે ગાંધીધામ થી 04.40 વાગ્યે પ્રસ્થાન કરીને આગલા દિવસે 23.35 વાગ્યે તિરૂનેલવેલી પહોંચશે. આ ટ્રેન 7 થી 28 ડીસેમ્બર સુધી ચાલશે. આ જ પ્રકારે ટ્રેન નં. 09423 તિરૂનેલવેલી–ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન પ્રત્યેક ગુરુવારે તિરૂનેલવેલીથી 07.40 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 02.45 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 10 થી 31 ડીસેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં અમદાવાદ,વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, મડગાવ, કારવાર, ઠોકુર, મેંગલુરું જંક., કોઝીકોડ, શોરાનુર જંક., ત્રિશુર, એર્નાકુલમ જંક., કાયમકુલમ જંક., તિરુવનંતપુરમ સેન્ટ્રલ અને નાગર કોઈલ ટાઉન સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તેમજ દ્વિતીય શ્રેણી સીટીંગનાં ડબ્બા હશે. 

ટ્રેનનં. 02989, 09707 અને 02490નું બુકિંગ 1 ડીસેમ્બર, 2020 થી તેમજ ટ્રેન નં. 02474, 04818, 02929, 09027, 09451 અને 09424નું બુકિંગ 2 ડીસેમ્બર, 2020થી નિર્ધારિત કરાયેલ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ ઉપર શરુ થશે. ઉપરોક્ત બધી ટ્રેન વિશેષ ભાડા ઉપર સંપૂર્ણ રીતે આરક્ષિત ટ્રેનોના રૂપમાં ચાલશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ