Parcel 7

લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે પર માલગાડીના 22 હજારથી વધુ રેકસમાં લોડ કરવાની નોંધપાત્ર સિદ્ધિ

Goods loading in train

અમદાવાદ, ૨૪ નવેમ્બર: કોરોનાવાયરસ ને લીધે જાહેર કરાયેલા લોકડાઉન અને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન પરિવહન અને શ્રમના સૌથી મુશ્કેલ પડકારોને કારણે પશ્ચિમ રેલવેએ આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન ચાલુ રાખવા માટે તેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો અને માલગાડીનું સંચાલન સતત ચાલુ રાખ્યું છે અને આ દિશામાં શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા માટે પશ્ચિમ રેલવેએ કોઈ કસર છોડી નથી. આ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે લોકડાઉન દરમિયાન સૌથી મુશ્કેલ પડકારો હોવા છતાં પશ્ચિમ રેલવેએ માલગાડીઓ ના 22,000થી વધુ રેકોમાં માલ પરિવહનના મોટા આંકડા ને પાર કર્યા છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ પશ્ચિમ રેલવેના કાર્યકારી અધિકારીઓ અને વફાદાર કર્મચારીઓના સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય બની છે.

whatsapp banner 1

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ જાહેરાત મુજબ, 22 માર્ચ, 2020 થી લાગુ સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાનના આંશિક લોકડાઉન દરમિયાન કઠિન પરિસ્થિતિઓ અને ભયંકર પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ 22 નવેમ્બર, 2020 સુધી ગુડ્સ ટ્રેનના 22,192 રેક્સ લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. વિવિધ સ્ટેશનો પર શ્રમશક્તિ ની અછત હોવા છતાં, પશ્ચિમ રેલ્વે દ્વારા તેની ગુડ્સ ટ્રેન દ્વારા દેશભરમાં આવશ્યક સામગ્રીના પરિવહનની ખાતરી આપી રહ્યું છે. જેમાં પીઓએલના 2332, ખાતરોના 4447, મીઠાના 1151, અનાજના 218, સિમેન્ટના 1994, કોલસાના 860, કન્ટેનરના 9781 અને સામાન્ય માલના 101 રેક સહિત કુલ 48.49 મિલિયન ટન ભાર વાળી વિભિન્ન ગુડ્સ ટ્રેનો ને ઉત્તર પૂર્વી ક્ષેત્રો સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યા. આ ઉપરાંત મિલેનિયમ પાર્સલ વાન અને મિલ્ક ટેન્ક વેગનની વિવિધ રેક દવાઓ, મેડિકલ કિટ, ફ્રોઝન ફૂડ, મિલ્ક પાવડર અને પ્રવાહી દૂધ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની માંગ મુજબ ઉત્તર અને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. કુલ 44,174 ગુડ્સ ટ્રેનો ને અન્ય ઝોનલ રેલવે સાથે ઇન્ટરચેન્જ કરવામાં આવી હતી, જેમાં 22,081 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 22,093 ટ્રેનોને પશ્ચિમ રેલવેના વિવિધ ઇન્ટરચેન્જ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન જમ્બોની 2829 રેક, બોક્સનના 1832 રેક અને બીટીપીએનના 1222 રેક સહિત વિવિધ મહત્વપૂર્ણ આંતરિક રેકનું અનલોડિંગ પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, 23 માર્ચ, 2020થી 22 નવેમ્બર, 2020 દરમિયાનઆશરે 1.81 લાખ ટન વજનની આવશ્યક સામગ્રીનું પરિવહન પશ્ચિમ રેલવે દ્વારા તેની 695 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ના માધ્યમ થી કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ નો સમાવેશ થાય છે. આ પરિવહન દ્વારા પ્રાપ્ત થયેલી આવક 61 કરોડ રૂપિયાથી વધુ છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા 123 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 94 હજાર ટનથી વધુ વજન અને 100 ટકા વેગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.એ જ રીતે 57,000 ટનથી વધુ વજન ધરાવતી 503 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત 31,000 ટનના લોડ સાથે 69 ઇન્ડેન્ટેડ રેક પણ 100 ટકા વપરાશ સાથે ચલાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેએ દેશના જુદા જુદા ભાગોમાં સમયસર પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું ચાલુ રાખ્યું છે. એક પાર્સલ સ્પેશિયલ ટ્રેન 23 નવેમ્બર, 2020ના રોજ પશ્ચિમ રેલવેના બાન્દ્રા ટર્મિનસ સ્ટેશનથી જમ્મુત્વી જવા રવાના થઈ હતી, જ્યારે પાલનપુરથી હિન્દ ટર્મિનસ સુધી એક દૂધની વિશેષ ટ્રેન ચલાવવામાં આવી હતી.

લોકડાઉનને કારણે નુકસાન અને રિફંડ ચૂકવણી

કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલવે પર મુસાફરોની આવકની કુલ ખોટ લગભગ 3321 કરોડ રૂપિયા છે, જેમાં ઉપનગરીય વિભાગ માટે 522 કરોડ રૂપિયાનું નુકસાન અને બિન-ઉપનગરીય માટે 2799 કરોડ રૂપિયાનું નુકસાન સામેલ છે. આમ છતાં, 1 માર્ચ, 2020થી 22 નવેમ્બર, 2020 સુધી ટિકિટ રદ થવાને પરિણામે, પશ્ચિમ રેલવે 509 કરોડ રૂપિયાનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે. નોંધનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 250 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે. અત્યાર સુધીમાં, 79 લાખ મુસાફરોએ આખી પશ્ચિમ રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ