zydus cadila 2

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે 9 વાગે અમદાવાદ આવશે અને લેશે કેડીલા ઝાયડ્સની મુલાકાત જ્યાં બની રહી છે કોરોના વેકસીન

zydus cadila 1

પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે.

અમદાવાદ, ૨૭ નવેમ્બર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ પ્રવાસે છે. ત્યારે તેમના આગમમને લઈન અમદાવાદ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. પીએમ મોદી અમદાવાદ ની ઝાયડ્સ કેડિલા કંપની ના પ્લાન્ટની મુલાકાત લેવાના છે.

whatsapp banner 1

આવતીકાલે પીએમ મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ પહોંચશે પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેના બાદ તેઓ પ્લાન્ટ વિઝીટમાં જશે.

ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીનછે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયારકરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.