photo 1541669257754 60eaba3ad41d6988553028709136044

31 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડાન પર પ્રતિબંધ રહેશે.

photo 1541669257754 60eaba3ad41d6988553028709136044

અમદાવાદ, ૨૫ નવેમ્બર: ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના અવરજવર પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. પરંતુ આ સમય દરમિયાન વંદેભારત મિશન અંતર્ગત જતી ફ્લાઇટ્સ ચાલુ રહેશે. અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

whatsapp banner 1

દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં.

Advertisement