Rail logo edited

અમદાવાદથી ચલાવવામા આવશે મુઝફ્ફરપુર અને દરભંગા માટે ફેસ્ટિવલની સ્પેશિયલ ટ્રેન

Indian Rail logo

અમદાવાદ, ૧૯ નવેમ્બર: આગામી તહેવાર છઠ પૂજાને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – દરભંગા વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) 22 નવેમ્બરથી 30 નવેમ્બર 2020 દરમિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 05270/05269 અમદાવાદ – મુઝફ્ફરપુર – અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) 

ટ્રેન નંબર 05270 અમદાવાદ – મુઝફ્ફરપુર (સાપ્તાહિક) 29 નવેમ્બર 2020 (રવિવાર) ના રોજ 16:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 કલાકે મુઝફ્ફરપુર પહોંચશે, તેવી જ રીતે, ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર – અમદાવાદ 26 નવેમ્બર 2020 (ગુરુવાર) ના રોજ રાત્રે 21:20 વાગ્યે મુઝફ્ફરપુરથી ચાલીને ત્રીજા દિવસે સવારે 9.00 કલાકે અમદાવાદ પહોંચશે આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, ફૂલેરા જંકશન, જયપુર, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, દેવરીયા સદર, ભટની, સીવાન, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે.

Advertisement
whatsapp banner 1

2. ટ્રેન નંબર 05560/05559 અમદાવાદ- દરભંગા – અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશ્યલ (સાપ્તાહિક)       

ટ્રેન નંબર 05560 અમદાવાદ-દરભંગા ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) 27 નવેમ્બર 2020 (શુક્રવાર) ના રોજ 19: 20 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે 12: 15 વાગ્યે દરભંગા પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 05559 દરભંગા – અમદાવાદ 25 નવેમ્બર 2020 (બુધવાર) ના રોજ દરભંગાથી 16:45 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 9.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.       આ ટ્રેન બંને દિશામાં આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, આમલનેર, બુરહાનપુર, ખંડવા, હરદા, ઇટારસી, જબલપુર, કટની, સતના, પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ રામબાગ, જ્ઞાનપુર, મંડુંવાડીહ, ગાજીપુર શહેર, બલિયા, છપરા, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે. 

મુસાફરોને ભારત સરકાર દ્વારા નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવા, નિર્ધારિત સમયના દોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવા, માસ્ક લગાવવા અને સામાજિક અંતરને અનુસરવા વિનંતી છે.ટ્રેન નંબર 05270 અને ટ્રેન નંબર 05560 નું બુકિંગ 22 નવેમ્બર, 2020 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. અને આ ટ્રેનોમાં તમામ સામાન્ય શ્રેણીના રિઝર્વડ કોચ હશે.