અમદાવાદ થી પસાર થતી 08 ટ્રેનોમાં વધારાના કોચ (extra coach) ઉમેરવામાં આવશે.

extra coach

અમદાવાદ થી પસાર થતી 08 ટ્રેનોમાં વધારાના કોચ (extra coach) ઉમેરવામાં આવશે.

અમદાવાદ , ૦૬ માર્ચ: Extra coach: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી પસાર થતી 04 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ (extra coach) ઉમેરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે: –

Whatsapp Join Banner Guj
  1. ટ્રેન નંબર 02945 મુંબઇ સેન્ટ્રલ – ઓખા સ્પેશિયલમાં 08 માર્ચ 2021 થી 14 માર્ચ 2021 સુધીના અને ટ્રેન નંબર 02946 ઓખા – મુંબઇ સેન્ટ્રલ સ્પેશિયલમાં 10 માર્ચ 2021 થી 16 માર્ચ 2021 સુધી એક વધારાનો સ્લીપર કોચ (extra coach) ઉમેરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 09027 બાંદ્રા ટર્મિનસ – જમ્મુતવી સ્પેશિયલમાં 13 માર્ચ 2021 થી અને ટ્રેન નંબર 09028 જમ્મુતવી – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 15 માર્ચ, 2021 થી એક વધારાનો (extra coach) સ્લીપર કોચ ઉમેરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 02949 બાંદ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલમાં 10 માર્ચ 2021 થી અને ટ્રેન નંબર 02950 દિલ્હી સરાય રોહિલા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં 11 માર્ચ 2021 થી એક વધારાનો સ્લીપર કોચ (extra coach) ઉમેરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 02965 બાંદ્રા ટર્મિનસ – ભગતની કોઠી સ્પેશિયલમાં 12 માર્ચ 2021 થી અને ટ્રેન નંબર 02966 ભગતની કોઠી – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં 13 માર્ચ 2021 થી એક વધારાનો સ્લીપર કોચ (extra coach) ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો…બનાસકાંઠા જિલ્લા ની સૌથી મોટી ગણાતી પ્રાથમિક શાળા માં ફાયર સેફટી (Fire Safety)નો અભાવ….