wr 2 2

અમદાવાદ ડિવિઝન પર વીડિયો કોન્ફરન્સિંગ સાથે (DRUCC) 2020-21 ની બીજી બેઠક યોજવી

અમદાવાદ ડિવિઝન પર વીડિયો કોન્ફરન્સિંગ સાથે ડિવિઝનલ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિ(DRUCC) 2020-21 ની બીજી બેઠક યોજવી

 અમદાવાદ, ૦૬ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર વર્ષ 2020-21 માટે ડિવિઝનલ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિની(DRUCC) બેઠક હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી. શરૂઆતમાં આ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવે બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું. કોરોના વાઇરસના સમયગાળા દરમિયાન મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સ રેલ્વે કર્મચારીઓના માનમાં સમિતિ દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

whatsapp banner 1

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગમાં ઉપસ્થિત સભ્યોએ તેમના ક્ષેત્રની યાત્રી સુવિધાઓને લગતી વધતી જતી સમસ્યાઓ અને તે સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવા માટે સકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ અમદાવાદ ડિવિઝનની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી કે યાત્રી સુવિધાઓનો વિકાસ એ અમદાવાદ ડિવિઝનની પ્રાથમીક અગ્રતા છે. આ માટે દરેક શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગામી કેટલાક વર્ષોમાં આ સુવિધાઓ ડિવિઝન પર જોવા મળશે.

ઉપરાંત ડી.આર.એમ. શ્રી દીપકકુમાર ઝાએ બેઠકમાં ઉપસ્થિત સભ્યોને ખાતરી આપી હતી કે ડિવિઝન દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવસે અને તેમની માંગણીઓનો ઉકેલ લાવવામાં આવશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત મીટિંગમાં શ્રી નરસિંહ એ. અગ્રવાલ, શ્રી વિષ્ણુકાંત આઇ. નાયક, શ્રી જગદીશ કે. નહાતા, શ્રી જીતેન્દ્ર સી. જૈન, શ્રી હેમંત સિંહ ઝાલા, શ્રી કલ્પેશકુમાર બી. પટેલ, શ્રીમતી મંજુલા ભારદ્વાજ, શ્રી અંબાલાલ રંગવાની, શ્રી પારસમલ નહાતા, શ્રી અશ્વિનભાઈ બેન્કર, શ્રી મહેશસિંહ રાઓલ, શ્રી બાબુભાઈ ચૌધરી, ડૉ. દજાભાઈ પટેલ, શ્રી મનજીભાઇ આહીર, શ્રી દેવજીભાઈ પટેલ, શ્રી હિતેન્દ્રભાઈ બી. પરમાર, શ્રી ભૂપેન્દ્ર સી. ઠાકોર, શ્રી પ્રયાગ જે. બારોટ અને અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મીટિંગના અંતે મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી માશુક અહમદે મીટિંગમાં જોડાવા અને અમૂલ્ય સૂચનો આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. સહાયક વાણિજ્ય પ્રબંધ શ્રી અતુલ ત્રિપાઠીએ મીટિંગનું સફળ સંચાલન કર્યું.