અમદાવાદ-યશવંતપુર સ્પેશ્યલ તથા પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદ થઈને ચાલશે

First electrified train in RJT BVP 3

અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: આગામી દશેરા અને દિવાળી તહેવારો દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી યશવંતપુર એક્સપ્રેસ અને ઉપરાંત 3 જોડી વિશેષ ટ્રેનો અમદાવાદ થઈને ચાલશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નં. 06501/06502 અમદાવાદ-યશવંતપુર-અમદાવાદ સ્પેશ્યલ (સાપ્તાહિક)   

 ટ્રેન નંબર 06501 અમદાવાદ યશવંતપુર સ્પેશિયલ 27 ઓક્ટોબર થી 1 ડિસેમ્બર, 2020 સુધી દર મંગળવારે અમદાવાદ થી 18:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:45 વાગ્યે યશવંતપુર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 06502 યશવંતપુર – અમદાવાદ સ્પેશિયલ, 25 ઓક્ટોબર થી 29 નવેમ્બર 2020 સુધી દર રવિવારે બપોરે 13:30 વાગ્યે યશવંતપુર થી ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 2: 20 વાગ્યે અમદાવાદ પહોંચશે. પશ્ચિમ રેલ્વેના રૂટ પર આ ટ્રેન આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત અને નંદુરબાર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

2. ટ્રેન નંબર 06505/06506 ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ (સાપ્તાહિક)     

ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર ગાંધીધામ થી દર મંગળવારે 27 ઓક્ટોબર થી 1 ડિસેમ્બર 2020 સુધી સવારે 9.15 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 03:00 વાગ્યે કેએસઆર બેંગ્લોર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ બેંગલુરુ થી દર શનિવારે રાત્રે 21:50 કલાકે 24 ઓક્ટોબર થી 28 નવેમ્બર 2020 સુધી ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 12:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. પશ્ચિમ રેલ્વે ના રૂટ પર ટ્રેન સામાખ્યાલી, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત અને વસઈ રોડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

3. ટ્રેન નંબર 06507/06508 જોધપુર-કેએસઆર બેંગ્લોર-જોધપુર (દ્વિ-સાપ્તાહિક)     

ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ ગુરુવાર અને શનિવારે 24 ઓક્ટોબર થી 3 ડિસેમ્બર, 2020 સુધી સવારે 05: 15 વાગ્યે જોધપુર થી ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 03:00 કલાકે કેએસઆર બેંગ્લોર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર – જોધપુર 21 ઓક્ટોબર થી 30 નવેમ્બર 2020 સુધી દર સોમવાર અને બુધવારે 21:50 કલાકે કેએસઆર બેંગ્લોર થી ચાલશે અને ત્રીજા દિવસે જોધપુર 16:50 કલાકે પહોંચશે. પશ્ચિમ રેલ્વેના માર્ગ પર આ ટ્રેન પાલનપુર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને વસઈ રોડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

4. ટ્રેન નંબર 06209/06210 મૈસુર – અજમેર સ્પેશ્યલ (દ્વિ-સાપ્તાહિક)     

ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશ્યલ અજમેર થી દર શુક્રવાર અને રવિવારે 23 ઓક્ટોબર થી 29 નવેમ્બર 2020 સુધી 05:30 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે 06:00 વાગ્યે મૈસૂર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 06210 મૈસુર – અજમેર સ્પેશિયલ પ્રતિ મંગળવાર અને ગુરુવારે 20 ઓક્ટોબર થી 26 નવેમ્બર, 2020 સુધી મૈસુર થી 18:35 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે 17:30 વાગ્યે અજમેર પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન પાલનપુર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી અને વસઈ રોડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

5. ટ્રેન નંબર 08502/08501 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ – ગાંધીધામ (સાપ્તાહિક)     

ટ્રેન નંબર 08502 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ સ્પેશિયલ ગાંધીધામ થી 25 ઓક્ટોબર થી 29 નવેમ્બર 2020 સુધી દર રવિવારે 22:45 વાગ્યે ઉપડશે અને વિશાખાપટ્ટનમ ત્રીજા દિવસે બપોરે 14:35 વાગ્યે પહોંચશે. વાપસી માં ટ્રેન નંબર 08501 વિશાખાપટ્ટનમ – ગાંધીધામ દર ગુરુવારે 22 ઓક્ટોબર થી 26 નવેમ્બર 2020 સુધી વિશાખાપટ્ટનમ થી 17:35 કલાકે ચાલશે અને ત્રીજા દિવસે 9.00 કલાકે ગાંધીધામ પહોંચશે. માર્ગ માં આ ટ્રેન ભચાઉ, સામાખ્યાલી, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા જંકશન, બડનેરા, વર્ધા, ચંદ્રપુર, બલ્લારશાહ, સિરપુર કાગજનગર, રામાગુંડમ, વારંગલ, વિજયવાડા, એલ્લુરૂ અને ડુવાડા સ્ટેશનો પર રોકાશે.

6. ટ્રેન નંબર 05046/05045 ઓખા – ગોરખપુર-ઓખા મેલ એક્સપ્રેસ સાપ્તાહિક       

ટ્રેન નંબર 05046 ઓખા – ગોરખપુર મેલ એક્સપ્રેસ ઓખા થી દર રવિવારે 25 ઓક્ટોબર થી 29 નવેમ્બર, 2020 સુધી 21:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 19:25 વાગ્યે ગોરખપુર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 05045 ગોરખપુર-ઓખા મેલ એક્સપ્રેસ 22 ઓક્ટોબર થી 26 નવેમ્બર 2020 સુધી દર ગુરુવારે ગોરખપુર થી 04:45 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 03:55 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બસ્તી, ગોંડા, બારાબંકી, બાદશાહ નગર, કાનપુર સેન્ટ્રલ, ઇટાવા, ટુંડલા, રાજા કી મંડી, આગરા કેન્ટ, ધૌલપુર, મુરેના, ગ્વાલિયર, ઝાંસી, બીના, અશોકનગર, ગુના, રૂઠીયાઈ, બ્યાવરા રાજગઢ, શાજાપુર , મકસી, ઉજ્જૈન, નાગદા, રતલામ, ગોધરા, છાયાપુરી, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશન પર રોકાશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ,

error: Content is protected !!