Active case 7 lakh

સક્રિય કેસ 2 મહિના પછી પ્રથમ વખત 7 લાખની નીચે

C123 10NXCS
  • ભારતે એક મહત્વનું સીમાચિન્હ પાર કર્યું
  • સક્રિય કેસ 2 મહિના પછી પ્રથમ વખત 7 લાખની નીચે
  • 24 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ

23 OCT 2020 by PIB Ahmedabad

ભારતે કોવિડ સામેની તેની લડતમાં મહત્ત્વપૂર્ણ લક્ષ્ય પાર પાડ્યું છે. દેશનું સક્રિય કેસ ભારણ બે મહિના (63 દિવસ) પછી પ્રથમ વખત 7 લાખની નીચે આવી ગયું છે. છેલ્લે 22 ઓગસ્ટના રોજ સક્રિય કેસનું ભારણ 7 લાખ (6,97,330) ની નીચે હતું.

દેશમાં આજે કુલ પોઝિટીવ કેસ 6,95,509 છે. જે કુલ કેસના માત્ર 8.96% છે.

દરરોજ સતત ઘટી રહેલા અને નીચા મૃત્યુદરની સાથે-સાથે દરરોજ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સાજા થતાં ભારતે સક્રિય કેસમાં ઘટાડાના વલણને નોંધાવવાનું હજી પણ ચાલુ રાખ્યું છે.

ભારતમાં પણ મોટા પ્રમાણમાં સાજા થયેલા કેસની નોંધણી થઇ રહી હોવાનો અહેવાલ છે. કુલ સાજા થયેલા કેસ આશરે 70 લાખ (69,48,497) છે. સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને આજે 62,52,988 થયો છે. હાલમા સાજા થયેલા કેસ સક્રિય કેસ કરતાં 10 ગણા વધારે છે.

છેલ્લા 24 કલાકમાં 73,979 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસ 54,366 છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધીને 89.53% થયો છે.

ઉન્નત દેશવ્યાપી તબીબી માળખાકીય સુવિધાઓ, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કેન્દ્રના સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો અમલ અને ડોકટરો, પેરામેડિક્સ અને અગ્રણી હરોળના કામદારોના સમર્પણ અને પ્રતિબદ્ધતાના કારણે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થતાં કુલ સાજા થયેલા કેસની સંખ્યામાં સતત વધારો થયો છે. આજે મૃત્યુદર 1.51% છે. આના પરિણામ રૂપે સક્રિય કેસમાં સતત ઘટાડો આવ્યો છે.

24 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે.

C223 10RCB1

નવા સાજા થયેલા કેસમાંથી 81% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

એક દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં મહારાષ્ટ્રનું 16,000થી વધુનું યોગદાન છે, ત્યારબાદ કર્ણાટક 13,000થી વધુ રિકવરી સાથે ફાળો આપે છે.

C323 10L6XA

છેલ્લા 24 કલાકમાં 54,366 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે.

આમાંના 78% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. નવા કેસમાં મહારાષ્ટ્ર અને કેરળ 7000થી વધુ કેસ સાથે મહત્તમ ફાળો આપે છે, ત્યારબાદ કર્ણાટકમાં 500૦થી વધુ કેસ છે.

C423 1095S7

છેલ્લા 24 કલાકમાં 690 લોકોના મૃત્યુ નોંધાયા છે. તેમાંથી, લગભગ 81% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

મહારાષ્ટ્રમાં એક દિવસના મહત્તમ મૃત્યુ (198 મૃત્યુ) નોંધાયા છે.

C523 10J1BJ