દિવાળી દરમ્યાન 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે

Train 2

પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા તેમજ દિવાળી દરમ્યાન જુદા જુદા સ્થળો માટે 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે

અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: આગામી દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધા અને વધુ પડતી ગીર્દીના સરળ ગોઠવણના હેતુ માટે જૂદ જુદા સ્થળો માટે આઠ જોડી તહેવાર વિશેષ ટ્રેનોની 240 સેવાઓના પરિચાલનનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ રેલેવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, યાત્રીઓનિ સુવિધા હેતુ માટે જુદા જુદા સ્થળો માટે 8 જોડી તહેવાર વિષેશ ટ્રેનો ચલાવવામાં આવશે.

આ 8 જોડી વિશેષ ટ્રેનોમાંથી છ જોડી ટ્રેનો મુંબઈથી અને એક જોડી ઈન્દોરથી ચાલશે, જ્યારે એક જોડી સ્પેશ્યલ ટ્રેન પશ્ચિમ રેલ્વેથી પસાર થઈને વસઇ રોડ, સુરત, વડોદરા અને રતલામ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 02989/02990 દાદર-અજમેર સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (ત્રિ-સાપ્તાહિક) {36 ફેરા}

ટ્રેન નંબર 02989 દાદર-અજમેર સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દાદરથી દરેક ગુરુવાર, શનિવાર તેમજ સોમવારે 14.35 વાગ્યે પ્રસ્થાન કરી આગલા દિવસે 08.15 વાગ્યે અજમેર પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ રીતે પરત યાત્રામાં ટ્રેન નંબર 02990 અજમેર-દાદર સુપરફાસ્ટ વિષેશ ટ્રેન અજમેરથી દરેક બુધવાર, શુક્રવાર, તેમજ રવિવારે 19.20 વાગ્યે પ્રસ્થાન કરીને આગલા દિવસે 12.40 વાગ્યે દાદર પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમ્યાન બંને દિશાઓમાં બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરુચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બંધ, ફાલના, રાણી, મારવાડ જંકશન, સોજત રોડ તેમજ બ્યાવર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટેનમાં એસી II ટાયર, એસી III ટાયર, શયનયાન તથા દ્વિતીય શ્રેણી સિટિંગના ડબ્બા હશે.

2. ટ્રેન નં. 09707/09708 બાંદ્રા ટર્મિનસ- શ્રી ગંગાનગર વિશેષ ટ્રેન (રોજ) (84 ફેરા)

ટ્રેન નંબર 09707 બાંદ્રા ટર્મિનસ – શ્રી ગંગાનાગર વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 20.55 વાગ્યે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે 07.30 વાગ્યે શ્રી ગંગાનાગર પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. આ જ પ્રકારે પરત યાત્રામાં ટ્રેન નં. 09708 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ વિશેષ ટ્રેન શ્રી ગંગાનગરથી 21.40 વાગ્યે ઉપડીને ત્રીજા દિવસે 6.35 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમ્યાન બંને દિશાઓમાં અંધેરી, બોરીવલી, દહાણું રોડ, વાપી, નવસારી, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી બીજી, કલોલ, મહેસાણા જં. ઊંઝા, સિધ્ધપુર, છાપી, પાલનપુર, આબુ રોડ, સ્વરૂપગંજ, પિંડવાડા નાના, જવાઈ બંધ, ફાલના, રાની,સોમેસર, માંરવાડ જં. સોજાત રોડ, બ્યાવર,અજમેર, કિશનગઢ, નરૈના, ફુલેરા જં., આસલપુર જોબનેર, જયપુર, ગોવિંદગઢ માલિકપુર, રીંગસ જં., સિકર, જં., લક્ષ્મણગઢ સિકર, ફતેહપુર, શેખાવાટી, ચૂરું, સાદુલપૂર જં., તાલુકો ભદ્રા, નોહર, ઇલેનાબાદ,હનુમાનગઢ ટાઉન, હનુમાનગઢ જં., તથા સાદુલશહર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટેનમાં એસી II ટાયર, એસી III ટાયર, શયનયાન તથા દ્વિતીય શ્રેણી સિટિંગના ડબ્બા હશે.

3. ટ્રેન નંબર 02474/-2473 બાંદ્રા ટર્મિનસ – બીકાનેર સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન{12 ફેરા}

ટ્રેન નંબર 02474 બાંદ્રા ટર્મિનસ – બીકાનેર વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દરેક મંગલવારે 14.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગલા દિવસે 12.25 વાગ્યે બીકાનેર પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. આ જ રીતે પરત યાત્રામાં ટ્રેન નં. 02473 બીકાનેર-બાંદ્રા ટર્મિનસ વિશેષ ટ્રેન બિકાનેરથી દરેક સોમવારે 15.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગલા દિવસે 12.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહીંચશે. આ ટ્રેન બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, મહેસાણા જં., ઊંઝા, પાલનપુર જં., આબુ રોડ, જવાઈ બંધ, મારવાડ જં., પાલી મારવાડ, જોધપુર જં., મેડતા રોડ, નાગૌર તથા નોખા સ્ટેશને ઊભી રહેશે. આ ટેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તથા દ્વિતીય શ્રેણી સિટિંગના ડબ્બા હશે.

4. ટ્રેન નં. 02490/02489 દાદર-બીકાનેર સુપરફાસ્ટ વિશેષ (દ્વિ-સાપ્તાહિક) {24 ફેરા} 

ટ્રેન નં. 02490 દાદર-બીકાનેર સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દાદરથી દરેક બુધવારે તેમજ રવિવારે 14.35 વાગ્યે પ્રસ્થાન કરીને આગલા દિવસે 13.10 વાગ્યે બીકાનેર પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2020 સુધી ચાલશે. આ જ પ્રકારે પરત યાત્રામાં, ટ્રેન નં. 02489 બીકાનેર-દાદર સુપરફાસ્ટ વિશેષ ટ્રેન બીકાનેરથી દરેક મંગળવારે તેમજ શનિવારે 13.40 વાગ્યે પ્રસ્થાન કરીને આગલા દિવસે 12.00 વાગ્યે દાદર પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબરથી 28 નવેમ્બર 2020 સુધી ચાલશે. આ ટ્રેન યાત્રા દરમ્યાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા જં., પાટણ, ભીલડી જં., રાણીવાડા, માંરવાડ, ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી જં., જોધપુર જં. પાટણ, ભીલડી જં., રાણીવાડા, મારવાડ, ભિનમાલ, મોદરણ, જાલોર, મોકલસર,સમદડી જં., જોધપુર જં., તેમજ નાગૌર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તથા દ્વિતીય શ્રેણી સિટિંગના ડબ્બા હશે.

5. ટ્રેન નં. 04818/04817 બાંદ્રા ટર્મિનસ-ભાગતની કોઠી વિશેષ ટ્રેન (દ્વિ-સાપ્તાહિક) {24 ફેરા}

ટ્રેન નં. 04818 બાંદ્રા ટર્મિનસ-ભગતની કોઠી વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દરેક ગુરુવારે તેમજ સોમવારે 13.05 વાગ્યે રવાના થઈને આગલા દિવસે 08.20 વાગ્યે ભગતની કોઠી પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2020 સુધી ચાલશે. આ જ પ્રકારે, પરત યાત્રામાં ટ્રેન નં. 04817 ભગતની કોઠી-બાંદ્રા ટર્મિનસવિશેષ ટ્રેન ભગતની કોઠીથી દરેક બુધવારે તથા રવિવારે 15.15 વાગ્યે રવાના થઈને આગલા દિવસે 11.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2020 સુધી ચાલશે.

આ ટ્રેન યાત્રા દરમ્યાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા જં., પાટણ, ભીલડી જં., રાણીવાડા, મારવાડ જંકશન, ભિનમાલ, મોડરણ,જાલોર, મોકલસર, તેમજ સમદડી, સ્ટેશનો પર ઊભી રહેશે.

આ ટેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, શયનયાન તથા દ્વિતીય શ્રેણી સિટિંગના ડબ્બા હશે. ટ્રેન નં. 02989, 09707,-2490 તેમજ 04818 નું બુકિંગ 18 ઓક્ટોબર, 2020થી ખુલશે. તથા 02474 નું બુકિંગ 20 ઓક્ટોબર, 2020 થી નિર્ધારિત પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરટીસી વેબસાઇટપર શરૂ થશે. ઉપરોક્ત બધી ટ્રેનો સંપૂર્ણ રીતે આરક્ષિતટ્રેનોના રૂપમાં ચાલશે

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ,

*****

banner city280304799187766299
loading…