રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ધ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) રૂ. 9555 કરોડ રોકશે

REliance Retails
  •  રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) માં અંદાજે 1.3 બિલિયન અમેરિકી ડોલરમાં 2.4 ટકાનો ઇક્વિટી હિસ્સો મેળવવા માટે ધ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (“PIF”) દસ્તાવેજી સમજૂતી કરી
  • વૈશ્વિક સ્તરે લાંબા ગાળાનું વ્યાવસાયિક વળતર આપતાં નાવિન્યપૂર્ણ અને પરિવર્તનશીલ મૂડીરોકાણ કરવાના PIFના વ્યૂહ અને પરંપરા સાથે આ મૂડીરોકાણ સૂસંગત
  • RRVL તેની પેટાકંપનીઓ દ્વારા ભારતના સંગઠિત તથા વાસ્તવિક રિટેલ બજારનું આગેવાન છે અને તેની ‘ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજી’થી ભારતીય રિટેલ બજારોને વિસ્તરિત સ્તરે સાંકળીને ભારતના સમગ્ર રિટેલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે

મુંબઈ5 નવેમ્બર, 2020:  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) દ્વારા આજે એવી જાહેરાત કરવામાં આવી છે કે ધ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (“PIF”) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RRVLમાં રૂ. 9,555 કરોડ (અંદાજે 1.3 બિલિયન અમેરિકી ડોલર) નું રોકાણ કરશે અને તે બદલ RRVLમાં 2.4 ટકાનો ઇક્વિટી હિસ્સો મેળવશે. RRVLની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂ. 4.587 લાખ કરોડ મુજબ આ મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. આ મૂડીરોકાણ ભારતના ગતિશીલ અને આશાસ્પદ રિટેલ બજાર ક્ષેત્રમાં PIFની હાજરીને વધુ મજબૂત બનાવશે. આ અગાઉ PIF દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવાઓ પૂરી પાડતી પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકાનો હિસ્સો મેળવતું મૂડીરોકાણ પણ કર્યું હતું.

આ સોદો એક અગ્રણી વૈશ્વિક રોકાણકાર તરીકે પીઆઇએફની નાવિન્યપૂર્ણ અને પરિવર્તનશીલ કંપનીઓમાં વિશ્વસ્તરે મૂડીરોકાણ કરવાની અને પોતપોતાના બજારમાં અગ્રણી જૂથો સાથે મજબૂત ભાગીદારી વિકસાવવાની લાંબી પરંપરા સાથે એકદમ સૂસંગત છે. ભારતનું રિટેલ ક્ષેત્ર વિશ્વના સૌથી મોટા બજારોમાં સ્થાન પામે છે અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GDP)માં 10 ટકાનો હિસ્સો ધરાવે છે તથા તેમાં મહત્વપૂર્ણ વિકાસની તકો પણ રહેલી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “સાઉદી અરેબિયા સાથે અમે રિલાયન્સ લાંબા સમયથી મજબૂત સંબંધો ધરાવીએ છીએ. સાઉદી અરેબિયા સામ્રાજ્યના આર્થિક પરિવર્તનમાં PIF દ્વારા અગ્રણી ભૂમિકા ભજવવામાં આવી છે. હું પીઆઇએફનું મૂલ્યવાન ભાગીદાર તરીકે સ્વાગત કરું છું અને 1.3 અબજ લોકો અને લાખો નાના વેપારીઓની જિંદગી સમૃદ્ધ બનાવવા માટે ભારતીય રિટેલ ક્ષેત્રને પરિવર્તિત કરવાની અમારી મહત્વકાંક્ષા જારી છે ત્યારે તેમના નિરંતર સહયોગ અને માર્ગદર્શન મેળવવા અમે ઉત્સાહિત છીએ.”

પીઆઇએફના ગર્વનર અને શ્રીમાન યાસીર અલ-રુમાય્યને જણાવ્યું હતું કે, “ભારતના કેટલાક રસપ્રદ ક્ષેત્રોમાં અગ્રણી ભૂમિકા નિભાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે અમારી વિશ્વસનીય ભાગીદારીને વધુ વિસ્તારતાં અમે આનંદિત છીએ. પોતાના ક્ષેત્રને પરિવર્તિત કરનારા નાવિન્ય પૂર્ણ વ્યવસાયોમાં વિશ્વ સ્તરે લાંબા ગાળાની ભાગીદારી અને મૂડીરોકાણ કરવાની પીઆઇએફની પ્રતિબદ્ધતા આ મૂડીરોકાણ દર્શાવે છે.”

“સાઉદીની જનતા માટે વળતર મેળવવાની અને સાઉદી અરેબિયાના આર્થિક વૈવિધ્યને આગળ લઈ જવાની પીઆઇએફની પ્રતિબદ્ધતા પણ આ મૂડીરોકાણ દર્શાવે છે.”

RRVLની પેટાકંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ સમગ્ર દેશમાં પથરાયેલા તેના ~12,000 સ્ટોર્સમાં 640 મિલિયન ફૂટફોલ્સને સેવા પૂરી પાડતો ભારતનો સૌથી મોટો અને સૌથી વધુ ઝડપે વિસ્તરતો રિટેલ બિઝનેસ ધરાવે છે. લાખો સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના વેપાર (MSMEs)ને સશક્ત બનાવવાની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજી દ્વારા રિલાયન્સ રિટેલ ભારતીય રિટેલ ક્ષેત્રને નવા રંગરૂપ આપવાની નેમ ધરાવે છે.

error: Content is protected !!