REliance Retails

રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક રૂ.7500 કરોડનું મૂડીરોકાણ કરશે

REliance Retails
  • 4.21 લાખ કરોડનું ઇક્વિટી મૂલ્ય ધરાવતા RRVLમાં 1.75 ટકાનો હિસ્સો મેળવશે
  • ભારત માટે વ્યાપક અને પરિવર્તનશીલ ન્યૂ કોમર્સ મોડલમાં વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી રોકાણકારે પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો

મુંબઈ, 9 સપ્ટેમ્બર 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RRVLમાં સિલ્વર લેક રૂ.7500 કરોડનું મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણે RRVLનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય રૂ.4.21 કરોડ આંક્યું છે. આ મૂડીરોકાણથી RRVLમાં સિલ્વર લેક ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર 1.75 ટકાનો હિસ્સો મેળવશે. 

આ વર્ષની શરૂઆતમાં જિયો પ્લેટફોર્મ્સમાં 1.35 બિલિયન અમેરિકી ડોલરના મૂડીરોકાણ બાદ સિલ્વર લેક દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં બિલિયન ડોલરનું બીજું મૂડીરોકાણ છે. 

RRVLની પેટાકંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતમાં સૌથી વિશાળ, સૌથી ઝડપી વિકસતા અને સૌથી નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે જેના સમગ્ર દેશમાં 12,000 સ્ટોર આવેલા છે અને તેમાં 640 મિલિયન ફૂટફોલ્સ નોંધાય છે. લાખો ગ્રાહકો તથા ખેડૂતો, માઇક્રો, સ્મોલ અને મીડિયમ વેપાર-વ્યવસાયો (MSMEs)નું સશક્તિકરણ કરવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતીય રિટેલ સેક્ટરને વેગવંતુ બનાવવાની રિલાયન્સ રિટેલની નેમ છે. એટલું જ નહીં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરી ભારતીય સમુદાય સુધી તેના લાભ પહોંચાડવાની સાથે સાથે લાખો ભારતીયો માટે રોજગારીનું સર્જન કરવાનું અને તેને સંરક્ષિત કરવાની પણ નેમ રાખવામાં આવી છે. રિલાયન્સ રિટેલે તેની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજીથી નાના અને અસંગઠિત વેપારીઓનું પરિવર્તનકારી ડિજિટલાઇઝેશન શરૂ કરી દીધું છે અને આ નેટવર્કને 20 મિલિયન વેપારીઓ સુધી વિસ્તારવામાં આવશે. તેનાથી આ વેપારીઓને પોતાના ગ્રાહકો સુધી સર્વોત્તમ સેવાઓ પહોંચાડવામાં ટેક્નોલોજીની અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદ પૂરી પાડવામાં આવશે. 

Banner Ad Space 03

60 બિલિયન ડોલરની એસેટ્સ અંડર મેનેજમેન્ટ અને મૂડી તથા વિશ્વની મહાન ટેક્નોલોજી અને ટેક્નોલોજી આધારિત કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી સિલ્વર લેક મોટાપાયે ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરે છે. વિશ્વ કક્ષાનું મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓ સાથે ભાગીદારી કરી તેના વિકાસ-વિસ્તારમાં સહયોગ આપવો એ તેનું મિશન છે. એરબીએનબી, અલીબાબા, આલ્ફાબેટની વેરિલી એન્ડ વાયમો યુનિટ, ડેલ ટેક્નોલોજીસ, ટ્વિટર અને આવી અન્ય ટેક્નોલોજી આધારિત વૈશ્વિક કંપનીઓમાં તેણે મૂડીરોકાણો કર્યા છે. 

સિલ્વર લેક સાથેના જોડાણ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “લાખો નાના વેપારીઓ સાથે ભાગીદારી કરી ભારતીય રિટેલ સેક્ટરમાં લાખો ભારતીય ગ્રાહકોને મૂલ્યવાન સેવાઓ પહોંચાડવાના અમારા પરિવર્તનશીલ પ્રયાસમાં સિલ્વર લેક સાથેની અમારી ભાગીદારી આગળ વધતાં હું ખૂબ જ આનંદિત છું. અમે માનીએ છીએ કે આ સેક્ટરમાં બહુ જરૂરી પરિવર્તન લાવવામાં ટેક્નોલોજી ચાવીરૂપ ભૂમિકા અદા કરશે જેનાથી રિટેલ ઇકોસિસ્ટમના અલગ અલગ હિસ્સા વિકાસનું એક વ્યાપક પ્લેટફોર્મ તૈયાર કરી શકશે. ભારતીય રિટેલમાં અમારા વિઝનને અમલી બનાવવામાં સિલ્વર લેક એક મૂલ્યવાન ભાગીદાર બની રહેશે.” 

આ મૂડીરોકાણ અંગે ટિપ્પણી કરતાં સિલ્વર લેકના કો-સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી એગોન ડર્બને કહ્યું હતું કે, “આ મૂડીરોકાણ દ્વારા રિલાયન્સ સાથે અમારા સંબંધોને વધુ ગાઢ બનાવતાં અમને આનંદ થાય છે. રિલાયન્સમાં મુકેશ અંબાણી અને તેમની ટીમે તેમના સાહસિક દૃષ્ટિકોણ, સામાજિક હિતો પ્રત્યે સમર્પણ, નાવિન્યપૂર્ણ શ્રેષ્ઠતા અને વણથંભી અમલીકરણ સાથે રિટેલ અને ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ વૈશ્વિક નેતૃત્વ ઊભું કર્યું છે. ખૂબ જ ઓછા સમયમાં જિયોમાર્ટની સફળતા, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારી સામે ઝીંક ઝીલી રહ્યું છે ત્યારે આ સફળતા સાચા અર્થમાં અભૂતપૂર્વ છે તેના વિકાસનો સૌથી રસપ્રદ તબક્કો હવે શરૂ થયો છે. રિલાયન્સની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજી આ દાયકાની અભૂતપૂર્વ ઘટના બની શકે છે. ભારતીય રિટેલ ક્ષેત્ર માટે રિલાયન્સના મિશનમાં સહભાગી થવા માટે અમને આપવામાં આવેલા આમંત્રણથી અમે રોમાંચિત છીએ.” 

આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય સરકારી મંજૂરીઓને આધિન છે. 

રિલાયન્સ રિટેલના નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી હતા અને કાયદાકીય સલાહકાર તરીકે સિરિલ અમરચંદ મંગળદાસ તથા ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ હતા. સિલ્વર લેક તરફે લેથમ એન્ડ વોટકિન્સ તથા શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની કાયદાકીય સલાહકાર હતા.