
બિઝનેસ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ દેશના સૌથી મોટુ બિઝનેસ ફેમિલી તરીકે અંબાણી પરિવાર હતો, જે હવે ત્રીજા ક્રમે આવી ગયો છે. જી, હાં રિલાયન્સ હવે ભારતનું સૌથી મોટુ ઉદ્યોગ સમુહ રહ્યું નથી. ફ્લેગશિપ કંપની ટીસીએસના શાનદાર પ્રદર્શનના કારણે તાતા જૂથ ફરી એકવાર સૌથી મોટું બિઝનેસ ફેમિલી બની ગયું છે.
નોંધનીય છે કે તાતા સ્ટીલમાં આવેલી તેજીના કારણે આ જૂથનું કુલ માર્કેટકેપ રૂ. 16.69 લાખ કરોડને પાર થઈ ગયું છે, જે રિલાયન્સ જૂથથી 36% વધારે છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથ બજાર મૂલ્યની રીતે હવે ત્રીજા સ્થાને છે.