Mukesh Neeta Ambani

ચોથી ઔદ્યોગિક ક્રાંતિના નેતૃત્વ માટે ભારતને મદદરૂપ થવા જિયોની રચના કરાઈ છેઃ મુકેશ અંબાણી

Jio Reliance Logo Blue 2018


નવી દિલ્હી, 8 ઓક્ટોબર
અબજોપતિ ભારતીય શ્રી મુકેશ અંબાણીએ ગુરુવારે કહ્યું હતું કે, ત્રણેય ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી જનારા ભારત પાસે તેની IT ક્ષેત્રની ક્ષમતાઓ, અલ્ટ્રા-હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પોસાય તેવા સ્માર્ટફોનના ઉત્પાદનનું યોગ્ય સંયોજન કરવામાં આવે તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની ઊજળી તકો રહેલી છે. ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નેતૃત્વ કરતાં સૌથી ધનિક ભારતીય શ્રી અંબાણીએ કહ્યું હતું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે જરૂરી ચાવીરૂપ તત્વો પૂરા પાડી શકાય તે માટે તેમના ગ્રૂપ દ્વારા ટેલિકોમ અને ડિજિટલ યુનિટ જિયોની કલ્પના કરવામાં આવી હતી.

પહેલી બે ઔદ્યોગિક ક્રાંતિ અને તેના દ્વારા આવેલા ફેરફારોનો લાભ ઉઠાવવાનું ભારત ચૂકી ગયું હતું. જ્યારે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન જ્યારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી આગળ આવી ત્યારે ભારત આ હરિફાઈમાં જોડાયું પરંતુ પાછળ રહી ગયું અને આ ક્ષેત્રના અગ્રણીઓ સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટીએમ ફોરમ્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સિરિઝ ખાતે બોલતાં શ્રી અંબાણીએ કહ્યું હતું કે, “આપણે જ્યારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ભારત પાસે જેતે ક્ષેત્રના અગ્રણીઓ સાથે તાલ મિલાવવાની જ નહીં, પરંતુ વૈશ્વિક આગેવાન તરીકે ઊભરવાની તક રહેલી છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ડિજિટલ અને ફિઝિકલ ટેક્નોલોજીના કન્વર્જન્સ દ્વારા સંચાલિત થઈ રહી છે, જેમાં ડિજિટલ કનેક્ટિવિટી, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, IoT અને સ્માર્ટ ડિવાઇસિઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બ્લોકચેઇન, AR/VR (ઓગમેન્ટેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી) અને જિનોમિક્સનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, “આ ક્રાંતિમાં સહભાગી થવા માટે અલ્ટ્રા-હાઇ-સ્પીડ કનેક્ટિવિટી, પોસાય તેવા સ્માર્ટ ડિવાઇસીસ અને ટ્રાન્સફોર્મેશનલ ડિજિટલ એપ એમ ત્રણ પાયાની જરૂરિયાતો રહેલી છે. જિયોની કલ્પના આ સફર ખેડવા માટે કરવામાં આવી હતી.”

Advertisement
Advt Banner Header

જિયો આવ્યું એ પહેલા, ભારત 2G ટેક્નોલોજીમાં અટવાયેલું હતું. “જિયો ઇચ્છતું હતું કે ભારતની ડેટા સાથે જોડાયેલી પીડા સમાપ્ત થાય અને એક ડિજિટલ ક્રાંતિનો જન્મ થાય,” તેમ જણાવી શ્રી અંબાણીએ ઉમેર્યું હતું કે, “અમે વર્લ્ડ-ક્લાસ, ઓલ-આઇપી, ફ્યૂચર પ્રૂફ ડિજિટલ નેટવર્ક તૈયાર કર્યું છે જે મહત્તમ સ્પીડ આપે અને ભારતમાં શ્રેષ્ઠ નેટવર્ક કવરેજ આપે.” જ્યાં ભારતીય ટેલિકોમ ઉદ્યોગને તેનું 2G નેટવર્ક તૈયાર કરતાં 25 વર્ષ લાગ્યા ત્યાં જિયોએ તેનું 4G નેટવર્ક માત્ર ત્રણ વર્ષમાં જ તૈયાર કર્યું હતું. “અને મોટાપાયે ડેટાનો વપરાશ સ્વીકૃત થાય તે માટે અમે વિશ્વના સૌથી ન્યુનતમ ડેટા દરો લોન્ચ કર્યા તથા જિયોના ગ્રાહકો માટે વોઇસ સર્વિસ તદ્દન નિઃશુલ્ક કરી નાખી,” તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, જિયોફોને સ્માર્ટફોન સસ્તા બનાવી દીધા છે.

તેમણે કહ્યું કે, “આ પરિસ્થિતિએ એક વર્ષ કરતાં ઓછા સમયમાં 100 મિલિયન ભારતીયો માટે અસીમિત સંભાવનાઓ ધરાવતા વિશ્વમાં ડોકિયું કરવાની બારી ખોલી આપી.” તેમણે એ પણ ઉમેર્યું કે, જિયો આ સાથે સંખ્યાબંધ મોબાઇલ એપ્સ એકદમ સસ્તા દરે ઓફર કરે છે.
તેના પરિણામે જિયો દર સેંકડે સાત ગ્રાહકો ઉમેરતું ગયું અને ભારતનો દર મહિને ડેટા વપરાશ જે 0.2 બિલિયન GB હતો તે વધીને 1.2 બિલિયન GB થઈ ગયો, આમ 600 ટકાનો તોતિંગ ગ્રોથ થયો હતો.

“આજે ભારત 6 એક્સાબાઇટ (exabyte) ડેટા દર મહિને ઉપયોગ કરે છે, જિયો આવ્યું એ પહેલાના સ્તર કરતાં 30 ગણો વધારે અને એ પણ માત્ર ચાર જ વર્ષમાં શક્ય બન્યું છે,” તેમ જણાવી શ્રી અંબાણીએ ઉમેર્યું હતું કે, “આપણે માત્ર ચાર વર્ષમાં મોબાઇલ ડેટા કન્ઝમ્પ્શનમાં 155મા નંબરેથી સીધા વિશ્વમાં પહેલા નંબરે આવી ગયા છીએ.”

loading…

ભારત એડ્વાન્સ્ડ ટેક્નોલોજી અપનાવવા તૈયાર નથી એવી બહુપ્રસિદ્ધ માન્યતાને જિયોએ ભૂસી નાખી છે તેમ જણાવી શ્રી અંબાણીએ કહ્યું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણો દેશ અગ્રણી ભૂમિકા અદા કરશે. કનેક્ટિવિટીમાં આપણી આગેવાનીનો વિસ્તાર કરતાં જિયો 50 મિલિયન ઘરો અને પ્રીમાઇસિસમાં હાઇ-સ્પીડ અને લો-લેટેન્સી ધરાવતું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવા જઈ રહ્યું છે. એ સાથે સમગ્ર ભારતમાં 5G સેવાઓ શરૂ કરવા માટે પણ જિયો તૈયારી કરી રહ્યું છે.
શ્રી અંબાણીએ કહ્યું હતું કે, ગ્રૂપની ડિજિટલ સોલ્યૂશન્સ પૂરા પાડતી પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, AI અને મશીન લર્નિંગ, બ્લોક ચેઇન, AR/ VR અને IoT જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ક્ષમતાઓ હાંસલ કરી રહી છે.

“આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જિયો પ્લેટફોર્મ્સ વિવિધ ઉદ્યોગ સમૂહો માટે આકર્ષક ઉકેલોનું સર્જન કરી શકાય તેવી પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે, એ ઉપરાંત ટેલિકોમ, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ, ન્યુકોમર્સ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, એજ્યુકેશન, હેલ્થકેર અને એગ્રીકલ્ચર વગેરે ક્ષેત્રો માટે અનોખી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે,” તેમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અભૂતપૂર્વ મૂલ્ય અને સમૃદ્ધિનું સર્જન કરવાની અનોખી તક પૂરી પાડી રહી છે અને આપણે આવનારી પેઢીને જરૂરી ટેક્નોલોજી અસ્ક્યામતો તૈયાર કરવી જ જોઈએ.”

“ડિજિટલ ઇકોસિસ્ટમમાં જે બિનકાર્યક્ષમતાઓ છે તેને ઉખાડી ફેંકી દેવી જોઈએ. રૂઢિગત પ્રણાલિઓને તોડી અને જીતી શકાય તેવી સહભાગિતા રચવી જોઈએ. તો જ આપણે સાચા અર્થમાં ડિજિટલ સોસાયટી બનાવી શકીશું અને તેને જાળવી શકીશું,” તેમ તેમણે ઉમેર્યું હતું