જિયોએ જિયો પોસ્ટપેઇડ પ્લસની જાહેરાત કરી

  • પોસ્ટપેઇડ ધન ધના ધનજિયો ધન ધના ધન
  • કોઈ પણ વધારાના ખર્ચ વિના નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની + હોટસ્ટાર
  •  ફેમિલી પ્લાન અને ડેટા રોલઓવર
  • ભારતમાં પહેલીવાર ઇન-ફ્લાઇટ સર્વિસીસ
  • અમેરિકા અને યુએઈમાં ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગ
  •  દુનિયાની કોઈ પણ જગ્યાએથી ઇન્ડિયામાં કોલિંગ @ ₹ 1
  • ફ્રી હોમ ડિલિવરી અને એક્ટિવેશન
  •  કોઈ પણ ડાઉનટાઇમ વિના તમારો હાલનો નંબર જિયોમાં પોર્ટેબલ કરાવો
 
મુંબઈ22 સપ્ટેમ્બર2020: પોસ્ટપેઇટ સર્વિસ સેગમેન્ટમાં પરિવર્તન લાવવા જિયોએ જિયો પોસ્ટપેઇટ પ્લસ સર્વિસ પ્રસ્તુત કરી છે, જેમાં ભારતમાં પોસ્ટપેઇડ યુઝર્સને અભૂતપૂર્વ લાભ મળશે. નવી લોંચ થયેલી જિયો પોસ્ટપેઇડ પ્લસ સર્વિસનો ઉદ્દેશ કનેક્ટિવિટી, મનોરંજન અને અનુભવની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાનો છે.
આ અંગે જિયોના ડાયરેક્ટર શ્રી આકાશ અંબાણીએ કહ્યું હતું કેજિયો પોસ્ટપેઇડ પ્લસ પ્રસ્તુત કરવાનો અત્યારે સૌથી વધુ ઉચિત સમય છે. પ્રીપેઇડ સ્માર્ટફોન કેટેગરીમાં આશરે 400 મિલિયન સંતુષ્ટ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યા પછી અમે પોસ્ટપેઇડ કેટેગરીમાં ગ્રાહકવર્ગને વધારવા ઇચ્છીએ છીએ.
જિયો પોસ્ટપેઇડ પ્લસ દરેક પોસ્ટપેઇડ સર્વિસ ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક બનાવવામાં આવી છે. આ સર્વિસ વિશ્વસનિય અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કનેક્ટિવિટીઅમર્યાદિત પ્રીમિયમ મનોરંજનશ્રેષ્ઠ અને વાજબી ઇન્ટરનેશનલ રોમિંગ, અદ્યતન ઇનોવેટિવ ખાસિયતો અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવની જરૂરિયાતો પૂર્ણ કરશે. અમે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સર્વિસ અનુભવ ડિઝાઇન કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને આશા છે કેભારતમાં દરેક પોસ્ટપેઇડ યુઝર એનો પૂરેપૂરો ઉપયોગ કરશે.
loading…

જિયો પોસ્ટપેઇડ પ્લસની કેટલીક મુખ્ય ખાસિયતો:

એન્ટરટેઇન્મેન્ટ પ્લસ

  •  નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની + હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન
  • 650થી વધારે લાઇવ ટીવી ચેનલ્સ, વીડિયો કન્ટેન્ટ, 5 કરોડ ગીતો, 300થી વધારે અખબારો સાથે જિયો એપ્સ

ફીચર્સ પ્લસ

  •  કનેક્શનદીઠ રૂ. 250 પર તમારા સંપૂર્ણ પરિવાર માટે ફેમિલી પ્લાન
  •  500 જીબી સુધી ડેટા રોલઓવર
  •  ભારત અને વિદેશમાં વાઇફાઇ-કોલિંગ

ઇન્ટરનેશનલ પ્લસ

  •  વિદેશ પ્રવાસ કરતા ભારતીય પ્રવાસીઓ માટે પહેલી વાર ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી
  • અમેરિકા અને યુએઇમાં ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગ
  • ઇન્ટરનેશનલ રોમિંગ પર વાઇફાઇ કોલિંગ સાથે ઇન્ડિયા કોલિંગ @ ₹ 1
  • મિનિટદીઠ 50 પૈસાથી શરૂ થતા ઇન્ટરનેશનલ કોલિંગ (ISD)ની શરૂઆત

એક્સપિરિયન્સ પ્લસ

  •  જિયો પર સતત ક્રેડિટ
  • સમાન નંબરકોઈ ડાઉનટાઇમ નહીં (MNP)
  • ફ્રી હોમ ડિલિવરી અને એક્ટિવેશન
  • પ્રીમિયમ કોલ સેન્ટર સર્વિસ
picture?folder=default0%2FINBOX&id=791&uid=image005.jpg%4001D690F5

ટેરિફ પ્લાન્સ:

picture?folder=default0%2FINBOX&id=791&uid=image006.png%4001D690F5

જિયોપોસ્ટપેઇડ પ્લસ કેવી રીતે મેળવશો:

જિયો પોસ્ટપેઇડ પ્લસમાં જોડાવા ઇચ્છતાં પોસ્ટપેઇડ યુઝર્સ માટે

સ્ટેપ 1: તમારા હાલના ઓપરેટરની ક્રેડિટ લિમિટ જાળવી રાખો – 88-501-88-501 પર ‘HI’ લખીને વ્હોટ્સએપ મેસેજ મોકલીને તમારા ક્રેડિટ લિમિટ જાળવી રાખો

સ્ટેપ 2: તમારા અને તમારા પરિવારના સભ્યો માટે તમારું જિયો પોસ્ટપેઇડ પ્લસ સિમ ઘરે ડિલિવરી થઈ જશે (મુલાકાત લો JIO.COM/POSTPAID અથવા 1800 88 99 88 99 પર કોલ કરો) અથવા તમારા નજીકના જિયો સ્ટોર/રિલાયન્સ ડિજિટલ સ્ટોરની મુલાકાત લો http://jio.com/store-locator

સ્ટેપ 3: માય જિયો એપ પર તમારા જિયો પોસ્ટપેઇડ પ્લસ ફેમિલી પ્લાનમાં તમારા મિત્રો અને પરિવારના સભ્યોને જોડો

જિયો પોસ્ટપેઇડ પ્લસમાં જોડાવા ઇચ્છતાં પ્રીપેઇડ યુઝર્સ માટે

સ્ટેપ 1: તમારા અને તમારા પરિવારના સભ્યો માટે તમારું જિયો પોસ્ટપેઇડ પ્લસ સિમ ઘરે ડિલિવરી થઈ જશે (મુલાકાત લો JIO.COM/POSTPAID અથવા 1800 88 99 88 99 પર કોલ કરો) અથવા તમારા નજીકના જિયો સ્ટોર/રિલાયન્સ ડિજિટલ સ્ટોરની મુલાકાત લો http://jio.com/store-locator

સ્ટેપ 2: 100 ટકા રિફંડેબલ ડિપોઝિટ સાથે તમારા ક્રેડિટ લિમિટ અનલોક કરો (જો લાગુ પડતું હોય તો)

સ્ટેપ 3: માય જિયો એપ પર તમારા જિયો પોસ્ટપેઇડ પ્લસ ફેમિલી પ્લાનમાં તમારા મિત્રો અને પરિવારના સભ્યોને જોડો

મહત્ત્વપૂર્ણ માહિતી:

–   જિયો પોસ્ટપેઇડ પ્લસ જિયો સ્ટોર્સ પર 24 સપ્ટેમ્બરથી અને હોમ ડિલિવરીથી ઉપલબ્ધ થશે

–  જિયો પોસ્ટપેઇડ પ્લસ પર વધારે વિગતની જાણકારી મેળવવા માટે કૃપા કરીને આ લિન્ક જુઓ www.jio.com/postpaid