શેર બજારમાં તેજી આવતા સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો આજની કિંમત

gold price 1608029813

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય વખતથી કોરોના કારણે માર્કેટમાં મંદી હતી, થોડા સમય પહેલા ઘણા લોકોના માર્કેટમાં પૈસા પણ ડુબી ગયા હતા. પરંતુ હવે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા વચ્ચે દિલ્હીમાં શેર માર્કેટમાં મંગળવારે સોનામાં 335 રૂપિયાની તેજી આવતા 50,969 રૂપિયા પ્રતિ 10 ગ્રામે સોનાનો ભાવ પહોંચ્યો છે. અગાઉ ટ્રેડિંગ સત્રમાં સોનું 50,634 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી 382 રૂપિયાની તેજી સાથે 69,693 રૂપિયા પ્રતિ કિ.ગ્રા. થયું હતું. આ અગાઉ ચાંદી ટ્રેડિંગ સત્રમાં 69,311 રૂપિયા કિ.ગ્રા. થયું હતું.

મંગળવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર અનુસાર રૂપિયો 13 પૈસા નબળો થઈ 73.15 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે ખુલ્યો હતો. આંતરરાષ્ટ્રી. બજારમાં સોના અને ચાંદીમાં ક્રમશ: 1,942 ડોલર પ્રતિ અંશ અને 27.30 ડોલર પ્રતિ અંશ પર ટ્રેડિંગ કરી રહ્યા હતા.

whatsapp banner 1

ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવ વધારાનું કારણ શું હતું તેને લઈને એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલએ નિવેદન આપ્યું. જેમાં તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીની કિંમત સ્થિર રહ્યા બાદ પણ ભારતીય બજારોમાં બંન્ને ઘાતુની કિંમતમાં વધારો નાંધવામાં આવ્યો છે. તેમજ ડોલરની સામે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. રૂપિયા ડોલરની સામે 13 પૈસા ઘટીને 73.15 પર પહોંચી ગયા છે. જેને લઈને સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો…

ભારતમાં જાન્યુઆરીની આ તારીખથી રસીકરણ શરુ, 22 લોકો નવા સ્ટ્રેનથી સંક્રમિત