Gautam Adani

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો કરોડનો વધારો, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ… જાણો વિગતે

અમદાવાદ, ૨૨ નવેમ્બર: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે તમામ શ્રીમંત ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારો એટલો બધો છે કે તેમણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે. બ્લુમબર્ગ બીલેનીયર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂઆત ના સાડા દસ મહિનામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) નો વધારો થયો છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) નો વધારો થયો છે. એટલે કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વધી છે. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. 

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે હાલ અદાણીની કુલ સંપત્તિ 2.25 લાખ કરોડ રૂ. (30.4 અબજ ડોલર) છે. તેઓ ઇન્ડેક્સમાં 40મા ક્રમે છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ.ની વૃદ્ધિ સાથે 5.55 લાખ કરોડ રૂ. (75 અબજ ડોલર) છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના 10મી સૌથી ધનિક વ્યક્તિ છે. નોંધનીય છે કે અદાણીએ 1988માં 32 વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી. અદાણીની સંપત્તિ તેમની કંપનીના ચાર શેરમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે વધી છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન.