brian asare EJjsElRaPuU unsplash

કોરોનાથી બચવું આપણા હાથમાં- માસ્ક(Mask) પહેરો અને સોસિયલ ડિસ્ટેન્સનું પાલન કરો- આ રીતે આપી શકાશે કોરોનાને માત

Banner Pooja

માસ્ક (Mask)એ કફન કરતાં તો નાનું જ છે ને, તો પછી કફન ઓઢવાનો વારો આવે એનાં કરતાં પહેલાથી જ માસ્ક પહેરવું શું ખોટું?

આજના સમયમાં માસ્ક (Mask) એ વ્યક્તિના જીવનની પ્રથમ જરૂરિયાત બની ગઈ છે. આપણે પહેલાં જ્યારે પણ હોસ્પિટલ કે લેબોરેટરી જતાં ત્યાં ડૉક્ટર કે પછી નર્સ એક લીલા રંગનું કપડું પોતાના મોઢાં ઊપર બાંધતાં. એ લીલા કપડાથી જ તેમની ઓળખાણ આપણને થતી કે આ ડૉક્ટર કે નર્સ છે. જી હા હું વાત કરી રહી છું એ લીલા કપડાની એટલે કે માસ્ક ની. પહેલાં તો આ માસ્કનો ઉપયોગ ફક્ત ડોકટરો, સાઈન્ટિસ્ટો, અને કેમિસ્ટો જ કરતાં હતાં, પરંતુ હાલનાં ચાલી રહેલાં સમયે દરેક વ્યક્તિ ને માસ્ક પહેરતાં કરી દીધાં છે. જેનું કારણ છે એક વાઈરસ. ચીન માંથી પ્રસરેલાં આ એક વાઈરસ કોરોના એ દુનિયાનાં દરેક દેશોમાં આ વાઈરશ ફેલાવીને દરેકને મોઢે માસ્ક પહેરાવી દીધાં છે.

૨૦૨૦માં આ કોરોના નાં કારણે એવી પરિસ્થિતી સર્જાઈ કે દરેક લોકો આ માસ્ક (Mask) પહેરવાં માટે મજબુર બંન્યા. દરેકે માસ્ક પહેરવું જરૂરી બન્યું, જેથી આ કોરોના વાઈરસ થી બચી શકાય. પણ દરેક લોકો આ વાત માનવાં ક્યાં તૈયાર છે. આપણે રોજ જોઈએ છીએ કે કોરોના નાં કેશોમાં રોજે રોજ કેટલો વધાંરો થઈ રંહ્યો છે, પંરતુ લોકો છે કે માંનવા તૈયાર જ નથી.

છેલ્લા એક વર્ષથી આ મહામારીએ દરેકનાં જીવન અસ્ત વ્યસ્ત કરી નાખી છે. જ્યાંરથી આ મહામારી શરૂ થઈ ત્યાંરથી સરકાર તરફથી અનેકો વખત માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે, જનતાને જાગૃત કરવાં માટે અનેક જાહેરાતો અને એરવેટાઈઝો કરવામાં આવે છે. પણ, શું ખરેખર લોકો જાગૃત થઈ રહ્યાં છે? ના, હું જાણું છું અહી આ સવાલ નો જવાબ મારો અને તમારો સરખો જ છે, કારણ કે સરકારે આટલું સમજાવ્યાં પછી પણ, આટલી જાહેર ખબરો વાંચ્યા પછી પણ, આટલી આટલી એરવેટાઈઝો જોયાં પછી પણ જો કોઈ વ્યક્તિ આ વાતને મસ્તીમાં લેવાનો પ્રયત્ન કરે તો એ કોઈ મોટો મૂર્ખ જ હોઈ શકે. ફક્ત ૧૦ રૂપિયા ના માસ્કથી જો જીવન બચતું હોય છંત્તા માસ્ક ના પહેરી શકતાં હોય તો તે મૂર્ખ જ કહેવાય.

Advertisement
mask

અને જોવા જઈએ તો માસ્ક એ કફન કરતાં તો નાનું જ છે ને, તો પછી કફન ઓઢવાનો વારો આવે એનાં કરતાં પહેલાથી જ માસ્ક પહેરવું શું ખોટું? આ માસ્ક ન પહેરવાનાં કારણે અત્યારં સુધી કેટલાય લોકો મુસીબતમાં મુકાઈ ગયાં છે, ક્યાંક કોઈ માસ્ક ન પહેરવાનાં કારણે પોતાની નોકરીથી હાથ ધોઈ બેઠાં, તો ક્યાંક માસ્ક ન પહેરવું એ કોઈની નોકરીમાં બદલીનું કારણ બન્યું, ક્યાંક માસ્ક વગર લોકોને પ્રવેસ ઉપર પ્રતિબંધ મુકાયો, તો ક્યાંક માસ્ક ન પહેરવાનાં કારણે કેટલાય લોકો કોરોના નાં લપેટામાં આવ્યાં,અને માસ્ક ન પહેરવાનાં કારણે આવી બીજી કેટલીય તકલીફો ઊભી થઈ.

સરકારે માસ્ક ન પહેરનારાં લોકો માટે રૂપિયા ૫૦૦ નો ડંડ નક્કી કર્યા કે જેથી ડંડ ભરવાનાં ડરથી લોકો માસ્ક પહેરતાં થાય. માસ્ક ન પહેરનારાં લોકોને તો ડંડની પણ બીક નહતી, માસ્ક વગર પકડાય તો ડંડ ના ૫૦૦ રૂપિયા ભરીને જેવાં હતાં તેવાં પાછાં થઈ જાય. લોકોએ સરકારના આ નિયમને હલકામાં જ કાઢી નાંખ્યો, એટલે સરકારે પછી તે ડંડની કિમંત રૂપિયા ૫૦૦ થી વધારીને રૂપિયા ૨૦૦૦ કરી દીધી કે જેથી લોક માસ્કનું મૂલ્ય સમજીને માસ્ક પહેરતાં થાય. આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાંર સુધીમાં ફક્ત અમદાવાદ માંથી જ માસ્ક ન પહેરનારાંઓ પાસેથી વસુલેલાં ડંડની સંખ્યા ૩૬ કરોડ હતી. આ વાત ઉપરથી એ સાબિત થાય છે કે લોકો કેટલાં લાપરવાહ છે. અમુક જગ્યાએ તો એવાં કિસ્સા પણ નજરે પડ્યાં હતાં કે, ટ્રાફિક પોલીસ માસ્ક વગર નાં લોકો પાસેથી ડંડ વસુલીને તે જ પૈસાથી તેમને માસ્ક ખરીદી આપતા હતાં. અમુક લોકો ને જો પૂછવામાં આવે કે માસ્ક કેમ નથી પેરીયું, તો તેમનાં બહાના તો એવાં એવાં હોય કે સાંભળીને આપણાં પગ નીચેથી જમીન ખસી જાય,કોઈએ કહ્યું માસ્ક માં શ્ચાસ નથી લેવાતો એટલે માસ્ક નથી પહેરીયું, તો કોઈક કહે માસ્કની આદત નથીને એટલે, તો વળી અમુક નમૂનાંઓ એવાં પણ જોવા મળ્યાં જેમણે એવું કહ્યું કે માસ્ક પહેરીએ તો વાંદરા જેવું લાગે છે,

Whatsapp Join Banner Guj

અને જો કોઈ જોડે માસ્ક હોય તો પણ એ મોઢા ઉપર બાંધેલું ના હોય એ માસ્ક નાક ની નીચે હોય કાંતો પછી ગળામાં લટકાવેલું હોય. તો પાછા અમુક એવાં પણ છે જે એવું કહે છે કે જ્યાં ચુટણી માટે પ્રચાર થાય છે ત્યાં નથી થતો કોરોના? ત્યાં જાઓને અમને ગ્રામ્ય જનતાને કેમ હેરાન કરો છો? અરે ભાઈ, તમે બહાના કાઢો તો કઈક એવાં કાઢો જે કોઈને ગળે ઊતરે. અને બીજી વાત એ કે સરકાર એમના માટે તો આપણને માસ્ક પહેરવાં નથી કેતી ને આપણાં માટે જ કહે છે, તો પછી માસ્ક પહેરવામાં શુઓ વાંધો છે. લોકડાઊન થી લઈને અત્યાર સુધી એવાં કેટલાય લોકો માસ્ક વગર જોવાં મળ્યાં જે એટલી નીડરતાંથી બધે ફરે છે કે જાણે કોરોના જેવું કઈ છે જ નહિ. ખરેખર આવા લોકો પોતાનો જીવ તો મુશ્કેલીમાં મુકે જ છે પણ એની સાથે સાથે બીજાનાં જીવન સાથે પણ રમત રમે છે. અત્યાર સુધી આપણે કેટલાય લોકો એવાં જોયાં છે જેમણે માસ્ક ન પહેરવાનાં કારણે પોતાનાં જીવ ગુમાવ્યાં છે. છંત્તા અજી સુધી કેટલાયે લોકો એવાં છે કે આટલું આટલું જોઈને પણ તેમની આંખો નથી ખુલતી.આ વાત અત્યાર સુધી ફક્ત એજ લોકો સમજી શક્યાં છે જેમણે પોતાનાં સ્વજનો ખોયા છે.

mask

કોરોના સામે લડવાનાં આપણા દરેક પાસે બે હથિયાર છે, એક તો માસ્ક અને બીજુ સોસિયલ ડિસ્ટેન્સ. માસ્ક પહેરીને અને સોસિયલ ડિસ્ટેન્સ જાળવીને આપણે આ કોરોના ને હરાવી શકીએ છીએ. અવે તો માસ્કમાં પણ જાત જાતની વેરાઈટીઓ આવી ગઈ છે. લોકો કપડાં ખરીદવાં જાય તો કપડાને મેચીંગ માસ્ક પણ અવે તો મળવાં લાગ્યાં છે, એટલું જ નહિ લગ્ન માટે છોકરીની ચણીયાચોલી કે સાડીને મેચીંગ માસ્ક તો છોકરાઓને સેરવાની ને મેચીંગ માસ્ક અવે તો જોવા મળે છે.એના સિવાય પણ બીજાં N95, S95, સર્જિકલ માસ્ક માર્કેટ માં જોવાં મળે છે. અમુક લોકો એવાં જોઈએ છીએ જે માસ્ક નાં હોય તો ડૂપટ્ટો કે રૂમાલ મોઢા ઊપર બાંધતાં હોય છે, પણ શં કદી જોયું છે કે ડૂપટ્ટાનું કાપડ કેટલું પાતળું હોય છે. તેનાથી શું કોરોના સામે રક્ષણ મળી શકે ખંરુ? લોકો ફરવામાં એટલાં પૈસા ઊડાવી શકે છે, તો શું પોતાની સાવચેતી માટે ૧૦ રૂપિયાનું માસ્ક ના ખરીદી શકે?

ADVT Dental Titanium

અત્યાંરના સમયે પણ આપણે જોઈ રહ્યાં છીએ કે ફરીથી કોરોના ના કેસોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. અમુક રાજ્યોમાં વધારે કેસો હોવાનાં કારણે જે તે રાજ્યની સરકારોએ ત્યાં ફરીથી લોકડાઉન જાહેર કરી દીધું છે. વધતાં કેસોની સ્થિતી જો આમ જ વધતી રહેસે તો દેશભરમાં ફરીથી લોકડાઉનની નોબત આવીને ઊભી રહેસે. પ્રથમ વખતનું લોકડાઉન તો યાદ જ હસે બધાંને સાંરી રીતે. ફરીથી એવી સ્થિતી દેશમાં ઊભી નાં થાય તે માટે આપણે પણ સાવધાની વર્તવાની જરૂર છે, જેથી સ્થિતી વધું કપરી નાં બને. કોરોના ના કેસોને ધ્યાનમાં રાખીને અમુક જગ્યાંએ મોલ, સિનેમાહોલ, બાર વગેરે બંધ કરી દેવામાં આવ્યાં છે. અને અમુક જગ્યાઓએ તો ત્યાંની જનતા ધ્વારાં જ સ્વૈચ્છિક લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે. દરેક જગ્માંએ શરૂ કરેલાં સ્કુલો કોલેજો, ટ્યુશન ક્લાસીસ માં પણ કોરોના ના કેસો આવતાં શૈક્ષણિક કાર્યો ફરીથી બંધ કરવાની ફરજ પડી છે.

સરકારે સાવધાની માટે જે પગલાં ભરવાનાં છે તે તો એ ભરસે જ, પણ લોકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડસે ને. બધી વાતે સરકાર તરફ તરફ જ આંગળી ચીંધવી એતો યોગ્ય ના જ કહેવાય. માસ્ક પહેરીને પોતાની સુરક્ષા જાળવવી એ જવાબદારી આપણી દરેકની છે. તેથી જ માસ્ક પહેરીને અને સોસિયલ ડિસ્ટેન્સ જાળવીને આપણે કોરોના ને હરાવી શકીશું.

આ પણ વાંચો…ચિંતાની જરુર નથી, સાવચેતી રાખવાની જરુર છે હજી કોરોનાના કેસ વધી શકે છે, સંજીવની રથની સગવડમાં વધારવામાં આવીઃ CM Rupani, વાંચો વધુમાં શું કહ્યું…