Banner Pooja

Corona pandemic: સ્થિત વધુ ગંભીર અને દયનીય છે તેવામાં નકાત્મકતાની જગ્યાએ નિયમોનું પાલન કરવાનું સૂચન વધુ હિતાવહ

Corona pandemic:અત્યારે આપણે જોઈ રહ્યાં છીએ કે કોરોના નાં દર્દીઓની સંખ્યાઓ એટલી ઝડપથી વધી રહી છે કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી જોવાં મળતા નથી.

આજે વિશ્ચમાં Corona pandemic: અનેક લોકો જે મહામારીથી ઝઝુમી રહ્યાં છે તેનાથી આપણે સૌ ઘણી સારી રીતે પરિચીત છીએ. આ કોરોનાં મહામારી ના કારણે કેટલાય લોકો એવાં છે જે અત્યારે આ મહામારી સામે લડી રહ્યાં છે, તો કેટલાંય લોકો એવાં પણ છે જેમણે પુરતી સારવાંર ન મળતાં પોતાના જીવ ગુમાંવ્યાં છે. અત્યાંરે કોરોના ની જે બીજી લહેર ચાલી રહી છે, તેની ચપેટમાં ફક્ત યુવાવર્ગ જ નહિં પરંતુ વૃદ્ધ લોકો અને નાના નાના બાળકો પણ ખુબ જ ઝડપથી આવી રહ્યાં છે અને પોતાંનો જીવ ગુમાવી રહ્યાં છે. પહેલાં તો ફક્ત સરદી કે ખાંસી જેવાં કોરોના નાં લક્ષણો જોવાં મળતાં હતા, પરતું હાલ તો કોરોના નાં અનેક લક્ષણો જોવાં મળી રહ્યાં છે. વધું થી વધું લોકો એની ચપેટ માં આવી રહ્યાં છે.

Corona pandemic

હોસ્પિટલમાં પણ કેટલાઈ દર્દીઓને બેડની અછત થતાં જમીન ઉપર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. તો કેટલાય લોકો એવાં પણ છે જેમને હોસ્પિટલમાં જગ્યાં ના હોવાનાં કારણે હોસ્પિટની બહાર જ ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે. કેટલાય હોસ્પિટલોની બહાર દર્દીઓને લઈને ૧૦૮ ની લાંબી કતાર જોવાં મળે છે. હોસ્પિટલમાં જગ્યાઓ નાં હોવાનાં કારણે શાળાઓ, આશ્રમો, મંદિરો વગેરે જગ્યાઓએ કોરોનાં ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોવિડ સેન્ટરો તાત્કાલીક ઊભાં કરવામાં આવ્યાં છે, કે જેથી દરેક કોરોના નાં દર્દીઓની સારવાર થઈ શકે. ઘણાં લોકોનો તો આખો નો આખો પરિવાર જ કોરોના થી સક્રમિત થયેલો જોવાં મળે છે. આવાં લોકોનાં ઘરે જમવાની અનેક તકલીફો રહેતી હોય છે. એ માટે કેટલીયે એવી સંસ્થાઓ, ચેરેટેબલ ટ્રસ્ટોએ આગળ આવીને આવાં લોકો માટે મુફ્તમાં જમવાનું પુરૂ પાડે છે, અને તેમની મદદ કરે છે. ઘણાં લોકો એવાં પણ છે કે જે પોતાના ઘરેથી આવાં લોકો માટે જમવાનું બનાવીને મોકલાવીને તેમની મદદ કરે છે.

Corona pandemic: આટલી વિકટ પરિસ્થિતીમાં પણ એક પર એક એવી ઊપાદીઓ આવીને ઊભી રહી જાય છે જેનો કદી કોઈએ સ્વપ્ને પણ ખ્યાલ નહિ કર્યા હોય. જી હા, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જ્યાં કોરોના નાં કેસોમાં એક તરફ વધારો થઇ રહ્યો છે, ત્યાં જ બીજી તરફ ઓક્સિજનના બોટલમાં ઘટાડો થઈ રહ્યો છે. આવું બનવાંનાં કારણે કેટલાય લોકોને સમય ઉપર ઓક્સિજન મલી રહ્યો નથી જેનાં લીધે લોકો મૃત્યું પામી રહ્યાં છે.ઘણાં લોકો પોતાનાં કિમતી સામાનો વહેચીને જરૂરિયાતમંદ દર્દીને ઓક્સિજન મળે તેવાં પ્રયાસોમાં લાગેલાં છે. ત્યાં જ જો થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો નાસિકની એક હોસ્પિટલમાં જ્યાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલતી હતી ત્યાં અચાનક જ ઓક્સિજન નો બોટલ બ્લાસ્ટ થયો અને તેનાં કારણે હોસ્પિટલમાં ૨૦ જેટલાં લોકો મૃત્યું પામ્યાં હતાં. તેવી જ રીતે મહારાષ્ટ માં પણ એક હોસ્પિટલનાં આસીયુ (ICU) વોર્ડમાં અચાનક જ વાયરિંગમાં સોટ સર્કિટ થવાનાં કારણે ભીષણ આગ લાગી હતી. તે આગ લાગવાંથી લગભગ ૧૩ જેટલાં દર્દીનું મૃત્યું થયું હોવાનું સામે આવ્યું હતુ, અને કેટલાંક લોકો ઘાયલ થયાં હોવાની પણ જાણકારી મળી હતી. ત્યાં જ બીજી તરફ ઈન્જેક્શનો ની પણ અછત જોવા મળી રહી છે, તો અમુક ડૉક્ટરો તે જ ઈન્જેક્શનની કાળાબજારી કરતાં પણ ઝડપાયાં છે.

Whatsapp Join Banner Eng

Corona pandemic: અમુક જગ્યાએથી એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે કે , જે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી અને તે એકદમ સ્વસ્થ થંઈ રહ્યાં છે ત્યાં લોકો એમને મૃત જાહેર કરીને ખોટી અફવાઓ ફેલાવે છે, તો બીજી તરફ હોસ્પિટલ વાળાઓ તરફથી પણ આવી અમુક ભૂલો સામે આવી છે, જેમાં તેઓ મૃતકની લાસ કોઈક બીજા જ વ્યક્તિ નાં પરિવારને સોંપી દે છે અને અતિંમ સંસ્કાર પણ કરાવી દેય છે. ઘણી જીલ્લાઓ કે તાલુકાઓ તરફ નજર કરીએ તો ત્યાં કેસોમાં એટલો બંધો વધારો થયો છે કે જે તે જીલ્લા કે તાલુઝઆની જનતાં તરફથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેરકરી દેવાયું છે. ત્યાં જ જો શિક્ષણની વાત કરીએ તો ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧ માં નાં વિદ્યાર્થીઓને ફરીથી માસ પ્રમોસન આપીને આગળ વધારવાંની જાહેરાત કરી દેવાંઈ છે તો બીજી તરફ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની અને કોલેજનાં વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ હાલ માટે મોકુફ રાખવાંની ફરજ પડી છે. તેમ જ જો વાત કરીએ લગ્નપ્રસંગની તો લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને હવે ફરીથી ૫૦ કરી દેવાંઈ છે. અને આવાં જ બીજા ઘણાં નિર્ણયો ચુસ્તપણે લેવાયાં છે.

જો સ્થિતિ આમ ને આમ જ વધું ગંભીર થંતી રહી તો છેલ્લે ફરીથી લોકડાઉન નો જ એક વિકલ્પ રહેસે. એટલે આપણે દરેકે મળીને અત્યાંરે પ્રયત્નો કરવાં જોઈએ કે વધતાં કેસો માં હજી વધારો નાં થાય અને તેનાં માટે જરૂર છે કોરોના નાં નિયમોનું પાલન કરવાની. હજુ પણ ઘણાં લોકો એવાં છે જે આ બધાંને મસ્તીમાં લઈ રહ્યાં છે. જ્યાં સુધી આપણે નિયમોનું પાલન કરતાં નહિ થઈએ ત્યાં સુધી આ (Corona pandemic) કેસોનાં આંકડાઓ માં આમજ વધારો થતો રહેસે માટે બને ત્યાં સુંધી ઘરની બહાર પગ નાં મુકો, અને જો બહાર જવું એટલું જ જરૂરી હોય તો મસ્જ પહેરીને જ જાઓ જેથી પોતાની સાથે સાથે બીજા લોકો પણ મુસ્કેલીમાં ના મુકાય. ૧ મે થી સરકારે ૧૮વર્ષથી ઉપરનાં લોકોને વેક્શિન આપવાની જાહેરાત કરી છે. ખરેખર આ એક સારી બાબત કહેવાય, કારણ કે ૧૮ વર્ષથી ઉપરનાં ઘણાં લોકો એવાં છે જેમનો અવાર નવાર કામ – ધંધા કે રોજગાર માટે ઘરની બહાર નીકળવું જ પડે છે. તેવાં લોકો માટે ખરેખર આ એક સાંરી બાબત કહેવાંય. દરેકે આ વેક્શિન લઈને પોતાને સુરક્ષિત કરી જ લેવાં જોઈએ. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…અગત્યની માહિતીઃ રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે? તે જાણવા જરુરથી વાંચો(Covid info) અગત્યની માહિતી

ADVT Dental Titanium