Banner Pooja

આંદોલન (Andolan): જરૂરિયાત કે પછી અંગત લાભ ???

(Andolan) પણ ભારત ને આઝાદી અપાવી ને અમુક મહાનુભાવોએ આ બાબત ઉપર ધ્યાન રાખી ને આ વિષય માં સારા માં સારા સુધારા કરીને ને દેશ આગળ વધે તે માટે ત્યારે એ સમય એ અમુક પ્રયાસો કર્યા હતા.

ભાગ – 03

Andolan pooja shrimali

દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજો એ ભારત ને અમુક બાબતે ખરાબ તો અમુક બાબતે સારી પરિસ્થિતિ માં છોડ્યો હતો. આ ખરાબ પરિસ્થિતિ માં એક એ પણ હતી, કે કોઈ કોઈ વિષય ઉપર ભેદભાવ. બીજી રીતે કહું તો આર્થિક ભેદભાવ , સામાજિક ભેદભાવ, ધર્મ ભેદભાવ, વગેરે બાબતો ના સુધારા માં ભારત ત્યારે થોડું પાછળ હતું. પણ ભારત ને આઝાદી અપાવી ને અમુક મહાનુભાવોએ આ બાબત ઉપર ધ્યાન રાખી ને આ વિષય માં સારા માં સારા સુધારા કરીને ને દેશ આગળ વધે તે માટે ત્યારે એ સમય એ અમુક પ્રયાસો કર્યા હતા. એ પ્રયાસો માં દેશ નો અમુક વર્ગ કે જે કોઈ ને કોઈ બાબતે કે જે આર્થિક રીતે કે પછી સામાજિક ભેદભાવ ની રીતે કે બીજી અન્ય કોઈ પણ રીતે પાછળ છે, એમને આગળ લાવવા માટે એમને એ સમયે દેશ ની સરકાર તરફ થી આગવા લાભ કાનૂની નિયમ ના આધારે આપવામાં આવ્યા હતા.

જે તે સમયે આ લાભ આપવાનું કારણ એ જ હતું, કે જે તે વર્ગ કે જે પાછળ છે એ આગળ આવે. વાત દેશ ની પ્રજા ના ભલા માટે હતી પણ આ બાબત નું ભવિષ્ય એક દિવસ ઘણું કઠોર અને નુકશાન કારક ફળશે, એનું અનુમાન કદાચ તો એ સમયે સરકાર ને પણ નહિ હોય. વાત છે આજ થી ૫ વર્ષ પહેલાં એટલે ૨૦૧૫ ની સાલ ની. દેશ ના ગુજરાત રાજ્ય ના આગળ પડતા સમાજ માંથી એક નવયુવાન સરકાર સમક્ષ એક મુદ્દો લઈને આવે છે. સમાજ એજ્યુકેશન ની બાબત હોય કે આર્થિક બાબત હોય કે પછી સામાજિક બાબત હોય, દરેક માં આગળ હતો. ભાઈ નો મુદ્દો હતો અનામત ની બાબત નો.

શરૂઆત માં પ્રશ્ન એ લઈને આગળ આવ્યા અને તેઓએ એક (Andolan) આંદોલન ની શરૂઆત કરી, કે જેમાં તેઓની માંગણી હતી, કે તેઓના સમાજ ને પણ અન્ય અમુક સમાજ ની જેમ અનામત નો લાભ મળે. ભાઈ ની વાત પણ વ્યાજબી હતી કે જે સાંભળતા ની સાથે નકારી ના શકાય. સમાજ નો આ પ્રશ્ન લઈને આવેલ આ યુવક ને પ્રજા તરફ થી સારો એવો પ્રતિસાદ મળ્યો. પ્રજા પણ એની વાત થી સહમત હતી. હવે થોડા હજુ આપડે આગળ જઈએ તો ૨૦૦૮ ની સાલ માં એક સક્ષમ રાજકીય પક્ષ માંથી અલવિદા કહી અને ૨૦૧૩ માં એક બીજા નવયુવકે પોતાના સમાજ ના હિત માટે એક સેના ની સ્થાપના કરી. દારૂબંધી ના વિષય ને લઈને ઘણી વખત ચર્ચા માં આ યુવક રહેતા હતા.

Whatsapp Join Banner Guj

વિષય પણ સારો હતો કે સમાજ ના ભલા માટે સમાજ માં રહેલા દૂષણ ને દુર કરવા સરકાર સમક્ષ ઘણી વાર ઊભા રહેતા હતા. હવે આ યુવકે ૨૦૧૫ માં અનામત આંદોલન ના પગલે રાજ્ય ના અલગ અલગ સમાજ ને એક કરીને એકતા મંચ ની શરૂઆત કરી. આ એકતા મંચ નું કામ હતું કે પોતાના હક નું રક્ષણ અને એમના અમુક પ્રશ્નો ને સરકાર સમક્ષ રજૂ કરીને એનું નિરાકરણ કરવું.

હવે આ સમય દરમિયાન સોશિયલ મીડિયા માં એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. ગુજરાત ના નાના વર્ગ ના યુવાનો સાથે થયેલા અન્યાય ને લગતો હતો. આ બાબત ને લઈને પ્રજા સમક્ષ ત્રીજો નવો એક ચહેરો આવ્યો કે જે આ વર્ગ પર થતાં અન્યાય ના વિરુદ્ધ માં સરકાર સમક્ષ અવાજ ઉઠાવતો હતો. થોડા જ દિવસ માં તે ખુબ ગંભીર બની ગયો. થોડા સમય ના અંતરે આવી ઘટના નું પુનરાવર્તન થયું અને વિષય દેશ લેવલે પહોંચી ગયો. શરૂઆત માં ત્રણેય નવયુવક ના મુદ્દા ના પાયા યોગ્ય હતા, તેથી પ્રજા નો સહકાર સારો મળ્યો. રાજ્ય માં અલગ અલગ સ્થળો એ રેલીઓ અને સભાઓ થઇ. તેઓના ભાષણ માં વપરાતા શબ્દો ખુબ જ તીક્ષ્ણ અને કટાક્ષ ભર્યા હતા. શરૂઆત માં ત્રણેય સરકાર સામે પોત પોતના ના સમાજ ના આગવા પ્રશ્નો લઈને ઊભા હતા. મીડિયા દ્વારા એમને જ્યારે એકબીજા ના સહયોગ વિશે પૂછવામાં આવતું હતું ત્યારે તેઓ નો જવાબ નકારત્મક હોતો.

Andolan

ગુજરાત સરકાર સામે એક જ સમય માં આ ત્રણ મુદ્દા ના ઉકેલ ખુબ મોટી અને જટિલ સમસ્યા આવી ને ઉભી હતી. અનામત ની બાબતે સરકાર પાસે કોઈ વિકલ્પ હતો નઈ. બીજી રીતે સમજીએ તો બે લોલીપોપ હતા,એ બંને દીકરા ને જે તે સમયે વહેચી દીધા હતા. બીજી બાજુ પોતાના હક નું ખોવાય ના જાય એનું ધ્યાન રાખીને બીજો ભાઈ બેઠો હતો. ત્રીજો ભાઈ પોતાના સમાજ ને અન્યાય થાય છે એ વાત લઈને બેઠો હતો. બીજા દ્રષ્ટિકોણ થી જોઈએ તો ત્રણેય એક બીજા ના પરોક્ષ માં હતા. કેમ કે જો એક ને પોતાના હક નું જોઈએ છે

તો કંઈ રીતે મળે? શું બીજા બે ને જે તે સમયે આપ્યું હતું એમાંથી થોડું થોડું પાછું લઈને પહેલા ને આપે? સરકાર જાણતી હતી કે એવું તો કરી શકાય નહિ. બીજી બાજુ બીજો પોતાના હક નું જતું કરવાનો નહતો. અને ત્રીજી બાજુ જો ત્રીજા ને પોતાના સમાજ સાથે અન્યાય થાય છે તો એ કોના લીધે થાય છે?

બીજા બે ના કારણે ? આમાં ત્રણેય જાણતા હતા કે ત્રણેય એક બીજા ના પરોક્ષ છે, જો એક બીજા ઉપર પ્રહાર કરીશું તો કોઈનું કશું ભલું થાય નઈ. એટલે તેઓએ એ સરકાર ને જ પોતાનું નિશાન બનાવ્યું. હવે ત્રણેય યુવકો એ સરકાર સામે પ્રશ્નો ના નિરાકરણ ને લઈને વાત કરવાના બદલે હવે સરકાર ની સામે સીધે સીધો જ વિરોધ કરવાની શરૂઆત કરી દીધી હતી. પ્રથમ નવયુવકે એક મહાસભા માં ખુબ જ ભડકાઉ ભાષણ આપ્યું,

અને એના પરિણામ રૂપે પ્રજા માં ઉશ્કેરાટ અને રોષે ભરાય ને રાજ્ય ના અમુક શહેર માં સરકારી પ્રોપર્ટી ને ખુબ નુકશાન પહોંચાડ્યું. વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. ઈન્ટરનેટ ની સેવાઓ ઠપ થઈ ગઇ. બસો ના કાચ તોડવા, બસો સળગાવી, જેવા ઘણા બનાવો બન્યા. આ આંદોલન ના કારણે એક પછી એક ઘણા લોકો મોત ને ભેટ્યા અને ઘણા લોકો ઘવાયા હતા. ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ હોય કે સરકારી પ્રોપર્ટી ને ખુબ મોટું નુકશાન પહોંચાડ્યું હતું. ગુજરાત માં ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

મીડિયા, સમાચાર પાત્રો અને સોશ્યલ મીડિયા માં અવનવા સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા. તેઓએ ગુજરાત ને શૈક્ષણિક સંસ્થા સહિત અન્ય બીજું પણ સદંતર બંધ કરવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરી ચૂક્યા હતા. પણ સરકારે તેઓની આ પ્રવૃત્તિઓ સામે પુરેપુરી “લેટ, ગો” ની ભાવના ન રાખતા, યોગ્ય આરોપીઓ સામે એક્શન લઈને કાયદાકીય રીતે કામ લીધું. પોતાના હક નું માંગવું અથવા અન્યાય સામે અવાજ ઉઠાવવો જરૂરી છે, પણ એના માટે દેશ માં દહેશત ફેલાવવી અને હિંસા નો માર્ગ અપનાવવો કેટલો વ્યાજબી? શું ખરેખર હક માટે આટલો ખરાબ રસ્તો અપનાવી ને દેશ ની પ્રજા ને ગેરમાર્ગે દોરવી યોગ્ય છે?

આંદોલન (Andolan)તો અગાઉ પણ અહિંસા ના માર્ગે ઘણા થયા છે, અને એવું પણ નથી, કે એમાં રીઝલ્ટ નથી મળતું. અહિંસા ના માર્ગ થી પણ સારી એવી રીતે આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કરીને રીઝલ્ટ તો લઈ જ શકાય છે. હવે તેઓ ત્રણેય ધીરે ધીરે એક બીજા ની નજીક આવતા થયા. ક્યાંક ને ક્યાંક મીડિયા માં ત્રણેય ના ચહેરા એક સાથે જોવા મળતા હતા. જ્યારે તેઓની સામે શરૂઆત માં પ્રશ્ન પૂછવામાં આવતો કે તેઓ કઈ રાજકીય પાર્ટી ને સમર્થન આપશે, ત્યારે તેઓ નો પ્રત્યુત્તર એવો હોતો, કે તેઓ ને પોતાનો હક મળવો જોઈએ. એમને રાજકીય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. ધીરે ધીરે હવે તેઓ પ્રજા ના હિત માટે જે મુદ્દા લઈને આગળ આવ્યા હતા, એના ઉપર નું ધ્યાન ઓછું થતું ગયું, અને સરકાર ને કોઈ પણ રીતે સત્તા માંથી હટાવી નાખવાના વલણો ની શરૂઆત થઈ.

અવાર નવાર હવે મીડિયા માં ચર્ચા નું સ્થાન બનવા માટે કંઈ ને કંઈ પાયા વિહોણા મુદ્દાઓ લઈને આવવા લાગ્યા. ક્યારેક ક્યારેક મીડિયા ના પ્રશ્નો ના જવાબ આપવામાં ગોટાળા મારતા તો ક્યારેય આપેલા નિવેદનો માં ભૂલો અને ક્યારેક નિવેદન જ ખોટા ઠરવા લાગ્યા. અને એ તો થાય એ સ્વાભાવિક છે, કેમ કે રાજનીતિ ની સ્કૂલ માં તેઓ તો નવા નિશાળિયા જ હતા ને?! ભલે ને પછી એ લોકો રાજનીતિ માં કોઈ પક્ષ ને સમર્થન ના આપવાની વાત કરતા હોય ને. સમય એનું કામ કરી રહ્યો હતો, અને પરિસ્થિતિ આમ ને આમ ચાલતી હતી.

આ દરમિયાન ઘણું બધું બહાર આવ્યું, જેમાં કોઈક ની પર્સનલ લાઇફ વિશે તો કોઈક ની સામાજિક લાઇફ વિશે અવનવા કિસ્સા ઓ વાઇરલ થયા. જે જૂથ બનાવ્યા હતા, એમાં અંદરોઅંદર પણ પ્રશ્નો ઉભા થયા, અને એનું કારણ પણ સ્વાભાવિક હતું કે હવે પ્રજા ના હક ની વાત કરીને બઉ બધું ના થવાનું થવા લાગ્યું હતું. કોર્ટ પણ એનું કામ ખૂબ નિષ્ઠા થી કરી રહી હતી, અને યોગ્ય ગુનેગારો ને યોગ્ય સજા ના નિર્ણય આપી ચૂકી હતી. એમાંથી એક ને રાજ્ય થી દુર રહેવાનો નિર્ણય પણ કોર્ટે આપી દિધો હતો. હવે ઉનાળા ના ભર તડકા માં આખું ગુજરાત વિધાનસભા ની ચુંટણી ની તૈયારી માં લાગી ગયું હતું.

દરેક નું ધ્યાન હવે એક જ બાબત ઉપર હતું,કે આ ત્રણેય ખરેખર કોઈ રાજકીય પક્ષ ના સમર્થન માં રહેશે કે નહિ? કેમ કે આગવું તો દરેક ના મુખ પર “યસ, નો” ની ગૂંચવણ હતી જ. પણ હવે શું? ગુજરાત ની પ્રજા તો હોશિયાર હતી જ એટલે ત્રણેય ની મંછાઓ અને તેઓના વલણ ઉપર થી બધુ સમજી તો ગઈ જ હતી. આખરે પ્રજા સમજી હતી એ થયું. જે દોર દારૂબંધી થી શરૂ થયો હતો એ હવે દેશ ના નામચીન પક્ષ માં જોડાવા સુધી આવી ને અટક્યો હતો. બીજી બાજુ જે દોર અન્યાય થયેલ નવયુવકો ને ન્યાય આપવાથી શરૂ થયો હતો,
એ ચૂંટણી ના ખુબ નજીક ના સમય માં એકાએક અપક્ષ માંથી ચૂંટણી લડવાની બાબત પર આવી ને અટક્યો હતો. ત્રીજી બાજુ વનવાસ પતાવીને આવીને એમને પણ એક પક્ષ ને પ્રત્યક્ષ રીતે ના આપી શકાયું તો પરોક્ષ રીતે પણ સમર્થન આપી દીધું હતું. આ બાબત માં ગુજરાત પોલીસ ની કામગીરી પણ પ્રશંસનીય છે. કેમ કે આ આંદોલન થી ગુજરાત ઉપર એટલી ખરાબ રીતે દેહશત ફેલાયેલ હોવા છતાં પોલીસતંત્ર એ ખડે પગે રહી ને યોગ્ય પગલાં સાથે પરિસ્થિતિ ને ખુબ જ સારી રીતે પોતાના કંટ્રોલ માં જાળવી રાખી હતી.

હવે વાત એ હતી, કે શું દારૂબંધી થી જે લડત ની શરૂઆત કરી હતી, એનું રીઝલ્ટ મળ્યું? શું ખરેખર ગુજરાત દારૂબંધી માં છે? તો બીજી બાજુ જે હક માટે અવાજ ઉઠાવ્યો હતો, એને આટલા નુકશાન કારક રસ્તે થી લઈ જવો યોગ્ય હતો? ખરેખર આ ત્રણેયે જે મુદ્દા લઈને શરૂઆત કરી હતી, એ તેમણે સાચી અને યોગ્ય રીતે પૂરા કર્યા ? કે પછી વિચારો હતા ખાલી પોતાનો અંગત લાભ ના ?(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…અનંત પટેલ(Anant patel)ની કલમે… કેટલીક સ્વાભાવગત વિશિષ્ઠતાઓ…