Ambaji oxygen help

Ambaji temple: કોરોનાના કપરા સમયમાં અંબાજી મંદિર આદિજાતિ બંધુઓની વ્હારે

Ambaji temple: અંબાજી મંદિર દ્વારા માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૨૦ ઓક્શિજન બોટલ અને દાંતા

  • કોવિડ કેર સેન્ટરમાં ૩ ઓક્શિજન કોન્સ્ટ્રેટર અપાયા
  • ઓક્શિજન બોટલના વાહનને કલેકટર આનંદ પટેલેએ પ્રસ્થાન કરાવ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૩ મે:
Ambaji temple: કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને પોતાના વતનની નજીકમાં જ સારવાર ઉપલબ્ધ કરાવવા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરી અંતરીયાળ વિસ્તારો સુધી આરોગ્ય સુવિધાઓ મળે તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેકટરએ દાંતા તાલુકાના માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આ વિસ્તારના કોરોના સંક્રમિત દર્દીઓને ઘર આંગણે સરળતાથી સારવાર મળે તે માટે આકેન્દ્રમાં કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવા સુચના આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શરૂ કરાયેલ કોવિડ હેલ્થ સેન્ટરમાં અંબાજી મંદિર (ambaji temple) દ્વારા ઓક્શિજનની ૨૦ જબ્બો બોટલો અને દાંતા કોવિડ કેર સેન્ટરમાં ૩ ઓક્શિજન કોન્સ્ટ્રેટર દર્દીઓની સારવાર માટે ભેટમાં આપવામાં આવ્યાં છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલે ઓક્શિજન બોટલના વાહનને પાલનપુર કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (ambajitemple) દ્વારા કોવિડની આ પરિસ્થિતિમાં લોકોની સુખાકારી માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોરોનાના આ કપરા સમયમાં આદિજાતિ બંધુઓની સારવાર માટે દાંતા તાલુકાના માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અંબાજી મંદિર તરફથી આજે ૨૦ ઓક્શિજનની બોટલ આપવામાં આવી છે.

દાંતા ખાતે સ્થાનિક આગેવાનો અને ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં ૩ ઓક્શિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યાં છે. કોરોનાના કપરા સમયમાં અંબાજી મંદિર આદિજાતિ બંધુઓની વ્હારે આવતા આ પંથકના લોકોને રાહત થઇ છે.

આ પણ વાંચો…બ્રેકિંગ ન્યુઝઃ રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના(10th student mass promotion) વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ