પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ થી સાવંતવાડી અને કુડાલ વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેનો

15 ઓગસ્ટ,આગામી ગણપતી મહોત્સવ ને દેખતા યાત્રીઓની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધા ને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી સાવંતવાડી રોડ અને કુડાલ સ્ટેશનો વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ની કુલ આઠ ટ્રિપ ગણપતિ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ હશે.
ટ્રેન નંબર 09416/09415 અમદાવાદ – કુડાલ – અમદાવાદ (સાપ્તાહિક) ગણપતિ સ્પેશિયલ વિશેષ ભાડા સાથે (4 ટ્રીપ)
ટ્રેન નંબર 09416 અમદાવાદ-કુડાલ સ્પેશિયલ તારીખ 18 અને 25 ઓગસ્ટ,20 (દર મંગળવાર) ને સવારે 9.30 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને પ્રતિ બુધવારે સવારે 04:30 વાગ્યે કુડાલ સ્ટેશન પહોંચશે.વાપસી માં, ટ્રેન નંબર 09415 કુડાલ-અમદાવાદ સ્પેશિયલ તારીખ 19 અને 26 ઓગસ્ટ 20 (દર બુધવારે) સવારે 05:30 વાગ્યે કુડાલ થી ઉપડીને દર ગુરુવારે રાત્રી 00:15 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ વિશેષ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલુન, સાવરદા, અરાવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર થોભશે. આ વિશેષ ટ્રેનમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી તથા દ્વિતીય શ્રેણી સીટીંગ માટે આરક્ષિત કોચ રહેશે અને આ વિશેષ ટ્રેનનું આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ આરક્ષણ કેન્દ્રો (પીઆરએસ) અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર તારીખ 17 ઓગસ્ટ,20 થી શરૂ થશે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચાલશે.
ટ્રેન સંખ્યા 09418/09417 અમદાવાદ-સાવંતવાડી રોડ-અમદાવાદ (સાપ્તાહિક) ગણપતિ સ્પેશિયલ વિશેષ ભાડા સાથે (4 ટ્રીપ)
ટ્રેન સંખ્યા 09418 અમદાવાદ-સાવંતવાડી રોડ ગણપતિ સ્પેશિયલ તારીખ 21 અને 28 ઓગસ્ટ20 ના રોજ અમદાવાદ થી સાંજે 16:15 વાગ્યે(દર શુક્રવારે)ઉપડશે અને દર શનિવારે બપોરે 12:40 વાગ્યે સાવંતવાડી રોડ સ્ટેશન પહોંચશે.વાપસી માં ટ્રેન 09417 સાવંતવાડી રોડ-અમદાવાદ સ્પેશિયલ તારીખ 22 અને 29 ઓગસ્ટ 20 (દર શનિવારે) બપોરે13:40 વાગ્યે સાવંતવાડી રોડ થી ઉપડશે અને અમદાવાદ સવારે 07:55 વાગ્યે (દર રવિવારે) આવશે.
આ ટ્રેન વડોદરા,સુરત,વાપી,વસઈ રોડ,પનવેલ,રોહા, માનગાવ,ખેડ, ચિપલૂન,સંગમેશ્વર રોડ, રત્નાગીરી અડાવલી,બિલાવેડ,રાજાપુર રોડ,સિંધુદુર્ગ અને કુડાલ સ્ટેશનો પર થોભશે.આ વિશેષ ટ્રેનમાં સ્લીપર,થર્ડ એસી,સેકન્ડ એસી અને સેકન્ડ સીટીંગ માટે આરક્ષિત કોચ રહેશે અને આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચાલશે.આ વિશેષ ટ્રેનનું આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ આરક્ષણ કેન્દ્રો(પીઆરએસ)અને આઈઆરસીટીસી વેબસાઇટ પર 17 ઓગસ્ટ,20 થી શરૂ થશે.
નોંધનીય છે કે ઉપરોક્ત બંને વિશેષ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે અને આ ટ્રેનોમાં કોઈ અનારક્ષીત કોચ રહેશે નહીં. સેકન્ડ કલાસ ના કોચ પણ સેકન્ડ સીટીંગ તરીકે આરક્ષિત રહેશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ